ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે લંઘો એલસીબીના હાથે ઝડપાયો

1226

 

ભાવનગર, એલસીબી સ્ટાફના માણસો મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વડવા ચોરા રૂવાપરી માતાના મંદીર પાસે જાહેર રોડ ઉ૫ર આવતાં પો.કોન્સ શક્તિસિંહ ગોહિલને બાતમી મળેલ કે,વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇએ ચોરી કરેલ મુદ્દામાલ વેચવા જાય છે. તે ચોકકસ હકીકત આધારે વોચ ગોઠવી વોચમાં રહેતા વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇ બબ્બર/લંધા ઉવ.૨૫ રહે.અપ્સરા ટોકીઝની પાછળ ભાવનગર વાળો મળી આવતા તેની પાસેની થેલીમાં જોતા તથા અંગજડતી કરતાં સોનાની નાની લગડી તથા ચાંદીની લગડી, હાર વાટકી ચમચી, મોબાઇલ ફોન-૨ તથા ઇમીટેશનની વસ્તુ વિગેરે દાગીનાં મળી કુલ કિ.રૂ.૨૨,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.જે મુદ્દામાલ પંચનામાની વિગતે શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુરને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેની પુછપરછ કરતાં આજથી આશરે સોળ સતર દિવસ પહેલાં ઉપરોકત તમામ દાગીનાં તથા ઇમીટેશનની ચીજ વસ્તુની ચોરી કરી હોવાનું જણાવેલ.

આ ચોરી અંગે નિલમબાગ પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થયેલ હોય.આમ,ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે વધુ એક ઇસમને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleવિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી સિહોર ન.પા. દ્વારા વૃક્ષારોપણ કરાયું
Next articleઅફવાઓની ભરમાર વચ્ચે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ