અફવાઓની ભરમાર વચ્ચે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ

1115

આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં આવેલ સરકારી ખાનગી તમામ શાળાઓમાં વિધિવત શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો. જો કે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગખંડોમાં ઓછી જોવા મળી હતી.

છેલ્લા ત્રણેક દિવસથી સોશ્યલ મિડીયામાં એક કોઈપણ આધારભૂત વિના મેસેજવાયરલ થયો હતો. જેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે વર્તમાન ગરમીની સ્થિતિ તથા વરસાદ ન થવાના કારણે એક સપ્તાહ વેકેશન લંબાવામાં આવશે જો કે આ વાતનું ખંડન કરતા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા આ પ્રકારે એક પણ આદેશ બહાર નથી પાડ્યો તમામ શાળાઓમાં આજથી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આદેશ કર્યો હતો. આમ છતા વાલી- વીદ્યાર્થી જ નહિ પરંતુ શિક્ષકો પણ અવઢવમાં હતાં અને એકા બીજાને પુછપરછ કરીર હ્યા હતાં. આવી સ્થીતિ વચ્ચે આજથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ છે. ૧૬પ દિવસના પ્રથમ શૈક્ષણિક સત્ર અંગે રાજય શિક્ષણ તંત્ર દ્વારા સત્રનો તમામ કાર્યક્રમ પણ સત્તાવાર જાહેર કર્યો છે. પ્રથમ સત્ત્રના સમાપન પુર્વ નવરાત્રીના તહેવારો સમયે માધ્યમિક  તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ કોલેજોની માફક નવ દિવસીય મિની વેકેશન જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. જયારે નવ દિવસની ભરપાઈ દિવાળી વેકેશનમાંથી બાદ કરવામાં આવશે. આજથી શરૂ થયેલ સત્રમાં વાલીઓ વિદ્યાર્થીઓ પોતાની જુની દિન ચર્યામાં પરત ફર્યા છે. જો કે હજુ રાબેતા મુજબની સાઈકલ શરૂ થતા ત્રથી ચાર દિવસ જેવો સમય પસાર થઈ જશે. શાળાઓ શરૂ થતાની સાથે શિક્ષણ  સંબંધી ખર્ચ ખરીદીનો જબરો માહોલ જોવા મળી રહ્યો છે. વિક્રેતાઓ ગ્રાહકોના ધસારાને પહોંચી વળવા માટે અસમર્થબન્યા હોય તેવું જણાઈ રહ્યું છે.

Previous articleઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે લંઘો એલસીબીના હાથે ઝડપાયો
Next articleઘોઘા મામલતદાર કચેરી ખાતે અરજદારોને હાલાકી