બરવાળા ખાતે વિશ્વ યોગ દિવસની જુદી જુદી જગ્યાએ ઉજવણી કરવામાં આવી બરવાળા તાલુકામાં નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ, ઝબુબા હાઈસ્કુલ તેમજ ભીમનાથ હાઈસ્કુલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
બરવાળા નગરપાલિકા દ્વારા તા. ર૧ના રોજ સવારના ૭-૦૦ કલાકે નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ તેમજ ઝબુબા હાઈસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ મીનાબેન રાણપુરા (ઉપપ્રમુખ), પ્રતાપસંગભાઈ બારડ, કમલેશભાઈ રાઠોડ, દિલુભા ઝાલા સહિતના ચૂંટાયેલા સદસ્યો, આગેવાનો, શહેરની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.