એચસીજી હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીઓને કરાતી કનડગત

1682

શહેરની એક કહેવાતી  અદ્યતન હોસ્પિટલમાં હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સ્નેહીઓને અકારણ હેરાનગતિ કરી વસુલાત કરવામાં આવતા ચાર્જની તુલનાએ યોગ્ય વ્યવસ્થા ન આપવામાં આવતી હોવાની ફરિયાદો વ્યાપક બની છે.

ભાવનગર શહેરમાં આવેલ અને શ્રેષ્ઠ સારવાર તથા અદ્યતન સગવડો પુરી પાડવામાં આવતી હોવાનો મિથ્યા દાવો કરતી એચ.સી.જી. હોસ્પિટલ પોતાની તાનાશાહી અનેર ૃપીયા રળી લેવા માટે અવનવા તુક્કા અજમાવા માટે પ્રખ્યાત છે ભુતકાળમાં પણ આ હોસ્પિટલે મોતનો પણ મલાજો સાચવ્યો ન હતો અને સારવારના બાકી નિકળતા નાણા માટે મૃતકનું શબ તેમના સ્વજનોને આપવામાં આનાકાની કરીહ તી એ સિવાય અને કડવા અનુભવો માટે પંકાયેલી આ હોસ્પિટલમાં તાજેતરમાં એક નવા વિવાદના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ હોસ્પિટલમાં સારવાર લેવી જેવા તેવા વ્યકિતનું ગજુ નહિ આ કુખ્યાત હોસ્પિટલમાં માણસાઈ કે નૈતિકતાના ગુણો – મુલ્યો રૂપીયાના જોરે તોળવામાં આવે છે. સારવાર અર્થે આવતા લોકો પાસેથી શકય તેટલા નાણા કઈ રીતે ખંખેરી શકાય તે જ માત્ર ઉદ્દેશ્ય આ હોસ્પિટલનું લક્ષ છે. આ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ દર્દી પાસેથી પ્રતિદિન સારવાર ચાર્જના નામે રૂપિયા પ હજારથી વધુની રકમ વસુલવામાં આવે છે. પરંતુ યોગ્ય સારવાર કે સારી સુવિધા પ્રદાન કરવામાં આવતી નથી તાજેતરમાં એક શિક્ષીત પરિવારના વૃધ્ધ મહિલા આકસ્મીક રીતે પડી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દાખલ કરાયેલ દર્દીના સ્વજનોને હોસ્પિટલ સત્તાવાળાઓનો અત્યંત કડવો અનુભવ થયો હતો. જેમાં હોસ્પિટલમાં સાફ- સફાઈનો સદંતર અભાવ, ગંદકીનો અસહ્ય પ્રશ્ન સાથે કાળઝાળ ગરમીમાં કાચની પેટી જેવા હોલમાં એ.સી.ની પણ ઉચીત સુવિધા આપવામાં ન આવતા દર્દીના સ્વજનોએ હોસ્પિટલ મેનેજમેન્ટને વારંવાર રજુઆત કરી હતી. આમ છતાં સુવિધા પ્રદાન ન કરતા ઘર્ષણમાં ઉતરતા હોસ્પિટલ સત્તાવાળાઓએ સામાન્ય સુવિધાઓ પ્રદાન કરી હતી. એચ.સી.જી. હોસ્પિટલની આવી મનમાની અંગે ભોગગ્રસ્તો દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી નાણા રળવા અંધ બનેલી હોસ્પિટલના સત્તાવાળાઓની સાન ઠેકાણે લાવવા તથા બરાબરનો પાઠ ભણાવવા કટીબધધ થયા છે. આ કુખ્યાત હોસ્પિટલ અંગે જવાબદાર તંત્રી સારી રીતે વાકેફ હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી કારણ કે જેને રાજકિય પીઠ બળ તથા નાણાના જોરે અધિકારીઓ તથા રાજનેતાઓને સારી રીતે સાચવી લેવામાં આવે છે…!

Previous articleભીમ અગિયારસના પવિત્ર પર્વે મેઘરાજાએ જિલ્લામાં શુકન સાચવ્યું : શહેરમાં રાહ જોવાઈ
Next articleમેરીટાઈમ બોર્ડના કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ૨૭મીએ ધરણા