પાર્ટી પ્લોટનાં ગોડાઉનમાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો ઃ ૩ ઝડપાયા ૧ ફરાર

1689

શહેરનાં અખિલેશ સર્કલ મીરાપાર્કની પાસે આવેલ પાર્ટીપ્લોટના ગોડાઉનમાં એસ.ઓ.જી. ટીમે બાતમી રાહે રેડ કરી ઈગ્લીંશ દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ત્રણ શખ્સોને ૩ કાર સાથે ઝડપી લીધા હતા. એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી. પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ ખાસ ટીમો બનાવી કામગીરી હાથ ધરેલ હતી ગત રાત્રી ના એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમી આધારે સર્વે નંબર ૧૦૦/૧ બનુભાઇની વાડી તરીકે ઓળખાતી જગ્યામાં બનાવેલ પાર્ટી પ્લોટના ગોડાઉનમાંથી કલ્પેશ ઉર્ફે આપો બહાદુરભાઇ સોરઠીયાનો વિદેશી દારૂ-બિયર મસ મોટો જથ્થો ઝડપી પાડેલ.

બનાવ સ્થળેથી ત્રણ જુદા જુદા વાહનો મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રક લોડીંગ રજી. નંબર જીજે ૧૮ એએક્સ ૩૨૧૨, સ્કોડા ફેબીયા કાર રજી. નંબર જીજે  ૦૧ કેએમ ૮૬૭૪, સેવરોલેટ બીટ કાર રજી. નંબર જીજે ૦૧ આરવી ૫૬૯૮ માંથી તથા ગોડાઉનમાંથી વિદેશી દારૂની જુદા  જુદા બ્રાન્ડની બોટલ નંગ- ૧૫૮૪ (પેટી નંગ-૧૩૨)  કિ.રૂ઼. ૪,૭૫,૨૦૦/- તથા બિયરના કંપની સીલપેક ટીન નંગ- ૨૫૪૪ (પેટી નંગ-૧૦૬) ૨,૫૪,૪૦૦/- તથા ત્રણ વાહનની કિ.રૂ઼. ૬૫૦૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૩,૮૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ગોડાઉન માલીક જારસંગભાઇ વિસાભાઇ ગોહિલ ઉ.વ. ૫૧ રહે. શહેર ફરતી સડક સુભાષનગર પ્લોટ નંબર ૨૩૬૧ ભાવનગર વાળાને તથા દારૂની હેરા ફેરી કરી કરેલ વધુ બે ઇસમો અહંમદભાઇ ઉર્ફે અમીતભાઇ યુનુસભાઇ કાસમીયા ઉ.વ. ૧૮ ભીલવાડા ચોક, આનંદ પ્રોવિઝન સ્ટોરની ગલીમાં ભાવનગર,  જર્મનભાઇ શરદભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે રૂવાપરીરોડ ખલાસી સોસા., પ્લોટ નં. ૪૦ ખીજડાચોક ભાવનગરવાળાઓને ઝડપી પાડેલ હતા જ્યારે રેઇડ દરમ્યાન કલ્પેશ ઉર્ફે આપો બહાદુરભાઇ સોરઠીયા હાજર મળી આવેલ નહી તમામ સામે પ્રોહીબિશન એકટની જુદી જુદી કલમો તળે કાયદેસર કાર્યવાહી કરી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ કરી તમામ સામે એસ.ઓ.જી.ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આગળની તપાસ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર ચલાવી રહ્યા છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા જીતેન્દ્રસિંહ જાડેજા જગદીશભાઇ મારૂ યોગેન્દ્રસિંહ ગોહિલ ત્રિભોવનભાઇ સોલંકી પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ યોગીનભાઇ ધાંધલ્યા બાવકુદાન કુંચાલા  પ્રદિપસિંહ ગોહિલ સોહિલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ભોજાભાઇ ભલાભાઇ તથા પરેશભાઇ પટેલ જાડાયા હતા.

Previous articleકેન્દ્રની ચાર વર્ષની સિધ્ધિ અંગે સાંસદ દ્વારા લોકસંપર્ક અભિયાન
Next articleખુલ્લેઆમ ચાલતી દારૂની ભઠ્ઠીઓ, જુગારના અડ્ડા બંધ કરાવવા મહિલા મંડળની રાવ