નંદકુંવરબા કોલેજમાં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી યોેજાઈ

1571

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજમાં બીબીએમા નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આવકારવાનો એક નવતર કાર્યક્રમ મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો.

નંદકુવરબા મહિલા કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરતી સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રથમવર્ષમાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આવકારવાના આ વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો હતો કેમ કે વર્તમાન સમયમાં પશ્વિમી સંસ્કૃતિના આક્રમણને કારણે આજનો વિદ્યાર્થીએ આવતીકાલના નાગરિકની માનસીકતામાં જીવે છે. કારણ કે, ચાર દિવાલ વચ્ચેની શિક્ષણ વ્યવસ્થાના કારણે વિદ્યાર્થઈની માનસિકતામાં પરિવર્તન આવ્યુ છેે. અને તેને પરિણામે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનીયર વિદ્યાર્થી ઉપર રેગીંગના કિસ્સાઓ વધી ગયા છે. તેને કારણે જ ઘણા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પણ છોડી દે છે.

નંદકુવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી સીનીયર વિદ્યાર્થીનીઓ દ્વારા નવા વિદ્યાર્થીનીઓનું રેગીંગ નહી કેર ટેકીંગના અભિગમ સાથે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓના આવકાર્યા બાદ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમના અંતે ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Previous articleગુજરાત શાળા સલામતી કાર્યક્રમ હેઠળ ભાવનગર જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
Next articleજિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનું પાલીતાણામાં સન્માન