ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ હેઠળ ભાવનગર જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

1774

શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સલામતીના હેતુથી ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ શરૂ કરવમાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓના આચાર્ય તેમજ શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તા.૨૫/૬/૨૦૧૮ થી ૨૯/૬/૨૦૧૮ દરમ્યાન શાળા સલામતી સપ્તાહ જિલ્લા તેમજ શહેરની તમામ શાળાઓમાં ઉજવામાં આવશે. આ કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાનું ભવ્ય ઉદ્દધાટન ભાવનગર તાલુકાની શામપરા(સીદસર) પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ. પ્રથમ રાજય કક્ષાએથી ખયકબન પર રાજયની તમામ શાળામાં ઉદ્દધાટન કાર્યક્રમનું પ્રસારણ થયા બાદ જિલ્લા કક્ષાનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ વકતુબેન ભદાભાઇ મકવાણાના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂનકુમાર બરનવાલા ઉપરાંત જિ.એસ.ડી.એમ.એ અને ભાવનગર કલેકટર કચેરીના ડી.પી.ઓ. ડીમ્પલ તેરૈયા, નાયબ ડીપીઇઓ મીતાબેન દુધરેજીયા, શામપરા સરપંચ અને ભાવનગર તાલુકાના સી.આર.સી. ઉપરાંત આ કાર્યક્રમ માટે ગાંધીનગરથી ભાવનગર આવેલી એન.ડી.આર.એફ. ની ટીમ પણ હાજર રહી હતી.

આ સપ્તાહ દરમ્યાન જિલ્લાની તમામ શાળાઓના બાળકોને વિવિધ પ્રકારની આફતોની સમજણ ઉપરાંત પોતાનો તેમજ અન્યનો કઇ રીતે બચાવ થઇ શકે વગેરે બાબતોની સમજણ ડીઝાસ્ટર અંગેના વિવિધ પોસ્ટરો, બુક અને મોકડ્રીલ દ્વારા આપવામાં આવશે. આ સિવાય એન.ડી.આર.એફ, આઇ.એસ.આર, રેડક્રોસ, ૧૦૮ અને ફાયર વગેરે દ્વારા પ્રેકટીકલ ડેમોન્સટ્રેશન પણ આપવામાં આવશે.

શહેરની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો આરંભ

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ શરૂ કરવમાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓના આચાર્ય તેમજ શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તા.૨૫/૬/૨૦૧૮ થી ૨૯/૬/૨૦૧૮ દરમ્યાન શાળા સલામતી સપ્તાહ જિલ્લા તેમજ શહેરની તમામ શાળાઓમાં ઉજવામાં આવશે. જે માટે ભાવનગર કક્ષાનું ઉદ્દઘાટન શાળા નં. ૭૬ ખાતે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન નીલેશભાઇ રાવલ દ્વારા કરવામાં આવેલ.

Previous articleલીંબુના ભાવો તળીએ પહોંચ્યા
Next articleનંદકુંવરબા કોલેજમાં નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી યોેજાઈ