હનીપ્રીતની ચંદીગઢમાંથી મહિલા સાથે ધરપકડ, કાલે કોર્ટમાં રજૂ કરાશે

893
guj1032017-14.jpg

પંચકૂલા: રામ રહીમની કહેવાતી દીકરી હનીપ્રીત લુકઆઉટ નોટિસ આપ્યાના 38 દિવસ પછી મીડિયા સામે આવી હતી અને આજે તેની ચંદીગઢથી ધરપકડ કરી લેવામાં આવી છે. હનીપ્રીત સાથે એક મહિલા હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. હનીપ્રીતને આવતી કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સમયે પોલીસ તેના રિમાન્ડની માગણી કરે તેવી પણ શક્યતા છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હનીપ્રીત ઈનોવા ગાડીમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી છે. 25 ઓગસ્ટે પંચકૂલામાં થયેલી હિંસા વિશે હનીપ્રીતની પૂછપરછ કરવામાં આવી રહી છે. હનીપ્રીતને કોર્ટમાં રજૂ કરીને પોલીસ તેના રિમાન્ડની પણ માગણી કરશે. આવતી કાલે કોર્ટમાં હનીપ્રીતને રજૂ કરવામાં આવશે. હનીપ્રીતે કરેલા ખુલાસામાં પોતાના પિતા એટલે કે રામ રહીમને નિર્દોષ ગણાવ્યા છે. તેણે પોતાના વિશે કહ્યું છે કે, તે ભાગી નહતી પરંતુ ડિપ્રેશનમાં હતી.
હનીપ્રીતે જણાવ્યું છે કે, ‘તે કોર્ટની મંજૂરીથી રામ રહીમ સાથે રોહતક જેલ ગઈ હતી. ત્યાંથી પણ તે ભાગી નહતી ગઈ પરંતુ ડિપ્રેશનમાં હોવાથી લોકોની સામે નહતી આવી. રામ રહીમને સજા જાહેર કર્યા પછી થયેલી હિંસા અંગે હનીપ્રીતે જણાવ્યું છે કે, તે આ રમખાણોમાં સામેલ નથી. જ્યારે તેના પાપા એટલે કે રામ રહીમ પણ નિર્દોષ છે. પિતાને સજા મળ્યા પછી હું તેમની સાથે જ કોર્ટમાં હતી, તેમની સાથે જ રોહતક જેલમાં ગઈ હતી. તો હું રમખાણોમાં સામેલ હતી જ નહીં. છતાં મને તેમાં આરોપી ગણવામાં આવી છે. મારા પર દેશદ્રોહનો આરોપ નાખવામાં આવ્યો છે.’

Previous articleભારતથી ભાગેલો લિકર કિંગ વિજય માલ્યાની લંડનમાં ધરપકડ થઈ
Next articleગુજરાતના કર્મચારીઓમાં આનંદો : ૭મું પગાર પંચ મંજુર