ગૌરવ યાત્રામાં પાટીદારોનો હોબાળો

627
guj2102017-6.jpg

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. જેવું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાષણ આપવાનું શરૂ કર્યું કે ત્યાં પાટીદારોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો મચાવનાર પાટીદારોને પોલીસે કોર્ડન કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાષણમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું કમળ ફરી એકવાર ખીલવવાની જવાબદારી તમામ 
કાર્યકરોની છે. આ એ ભૂમિ છે જ્યાંથી સરદારે આજના ભારતને એક કરવાની શરૂઆત કરી હતી આજે ત્યાંથી જ ભાજપ ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરી રહી છે. કોંગ્રેસ ભાજપ પાસેથી વિકાસનો હિસાબ માંગે છે પરંતુ લોકો તમારી ત્રણ પેઢીઓએ રાજ્યને કરેલા અન્યાયનો હિસાબ માંગે છે.