મૈ હું બેટી એવોર્ડમાં ગુજરાતની ૭ મહિલાઓની થયેલી પસંદગી

1102

લખનૌની આરોગ્ય દર્પણ સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતા નેશનલ લેવલના ‘મૈં હૂં બેટી એવોર્ડ’ માં આ વર્ષે  ૨૦૧૮” માંગુજરાતના સાત મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ મહિલાઓ જૂદા જૂદાક્ષેત્રમાંથી આવે છે. આ એવોર્ડ માટે ગુજરાતમાંથી જે સાત મહિલાઓની પસંદગી કરવામાં આવી તેમાં મેધા પંડ્યા ભટ્ટ (ફ્રિલાન્સ જર્નાલિસ્ટ), દર્શના જમીનદાર (ગુજરાત હેડલાઇન, એડિટર), ધનલક્ષ્મી ત્રિવેદી (મિડીયા મેકઅપ આર્ટીસ્ટ), અંજલી તન્ના (કલાકારા-નૃત્યાંગના), મનિષા શર્મા (ફિલ્મમેકર), જીજ્ઞા ગજ્જર (ક્રિકેટ કોચ), સોનલ મજમુદાર (નૃત્યાગના) એ એવોર્ડ મેળવ્યા છે. સમગ્ર દેશમાંથી ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી કુલ  ૭૫ દિકરીઓનું  સન્માન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્ય માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે આ સાત મહિલાઓનું લખનૌમાં સન્માન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન ઝરિન ઉસ્માની (અધ્યક્ષ રાજ્ય મહિલા ઉત્તરપ્રદેશ), મુખ્ય મહેમાન તરીકે આશિમા મેહરોત્રા (ડિરેક્ટર પ્રવાસન મંત્રાલય), અશોક કુમાર વર્મા(પોલીસ અધીકારી), ડો. વિનોદ જૈન (સી.ઇ.ઓ.જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટી, લખનૌ), કાર્યક્રમના આયોજક રામપ્રકાશ વર્માની હાજરીમાં આ તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Previous articleરાણપુર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઓરી રૂબેલા રસીકરણને લઈને ડોક્ટરો સાથે મિટીંગ યોજાઈ
Next articleકુંભારવાડા, નારી રોડ પર ચાલતુ કામ સત્વરે પૂર્ણ કરવા માંગણી