રાજપરાના પીન્ટુના ઘરેથી ૫૧ પેટી ઈંગ્લીશ ઝડપાયો

23

એલસીબી અને સિહોર પોલીસની સફળ રેડ : ૧.૯૩ લાખનો દારૂ- બિયરનો જથ્થો કબ્જે
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતર્યો હોય અને વેચાણ થઈ રહ્યું હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબી તથા સિહોર પોલીસે દરોડો પાડી મસમોટો ઇગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી લીધો હતો જોકે બુટલેગર ફરાર થઇ જવા પામ્યો હતો.ભાવનગર શહેર તથા જિલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા ભરમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યો છે તેના ભાગરૂપે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને શિહોર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે શિહોર તાલુકાના રાજપરા રેલવે સ્ટેશન પાસે રહેતો પિન્ટુ રમેશભાઈ મકવાણા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા તેના કબજામાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારૂની ૫૧ પેટીઓ ફુલ બોટલ ૬૧૨ તથા કિંગફિશર સ્ટ્રોંગ બિયરની ચાર પેટી કુલ કિંમત રૂપિયા ૧,૯૩,૨૦૦નો મુદ્દા માલ મળી આવતા પોલીસે કબજે લીધેલ દરમિયાન આરોપી ફરાર થઈ જવા પામેલ પોલીસે બુટલેગર પિન્ટુ વિરુદ્ધ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે આમ પોલીસને મસમોટા દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેવા સફળતા મળી હતી.

Previous articleભાવનગર શહેરના તબીબ સાથે રૂ.૧.૩૨ કરોડની ઠગાઈ
Next articleબહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ