આજીવન કેદની સજા પામેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી.  

1205
bhav9102017-8.jpg

ભાવનગર,એલ.સી.બી.ની ટીમ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન  એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કોર્ડને માહિતી મળેલી કે, ભાવનગર, ઘોઘા રોડ પો.સ્ટે.ના કલમ-૩૦૨ મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતાં કેદી ભાવેશ ચકુરભાઇ ધાપા રહે. કૈલાશનગર, ભરતનગરવાળો મહુવા તાલુકાનાં વાંગર ગામે હાજર છે.જેથી માહિતી આધારે તપાસ કરતાં કેદી ભાવેશ ચકુરભાઇ ધાપા  વાંગર ગામે હાજર મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાર્યવાહી કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે. 
સને-૨૦૧૪માં ભાવેશ ચકુરભાઇ ધાપાને મનસુખભાઇ કાનજીભાઇ લુંભાણી/સોની સાથે મારા-મારી થતાં ભાવેશે  મનસુખભાઇની હત્યા કરેલ.જે અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ.જે કેસ નામ. કોર્ટમાં ચાલી જતાં તા.૨૭/૦૭/૨૦૧૬નાં રોજ ભાવેશ ચકુરભાઇ ધાપાને આજીવન કેદ તથા રોકડ દંડની સજા થયેલ.જે સજા ભાવેશ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ભોગવતો હતો.અને હાઇકોર્ટનાં હુકમથી તા.૧૧/૦૮/૨૦૧૭થી દિવસ-૧૫નાં પર્સનલ બોન્ડ પર છુટેલ.અને તેનાં દિવસ-૧૫ પુરા થઇ ગયેલ હોવા છતાં જેલમાં પરત ફરેલ નહિ. જેથી ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડે તેને ઝડપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.

Previous article સિહોરમાં રક્તદાન કેમ્પ યોજાયો
Next article ૧૦૮ના કર્મચારીઓની હડતાલ