ભાવનગર શહેર જિલ્લામાં વરસાદનો વિરામ વાવણી કાર્ય પૂરજોશમાં આદરતા ધરતીપૂત્રો

946

ભાવનગર શહેર જિલ્લામાં સારા વરસાદ બાદ વરાપ નિકળતા ધરતી-પુત્રો વાવણી કાર્યમાં વ્યસ્ત બન્યા છે તો બીજી તરફ શહેરના ગૌરીશંકર સરોવર સહિત જિલ્લાના અન્ય નાના મોટા જળાશયોમાં નવાનિરની આવક થવા પામી છે.
ભાવનગર શહેર તથા ગ્રામ્ય પંથકમાં ચોમાસાના પ્રારંભ બાદ સતત બે દિવસ સુધી એકથી સાડા ત્રણ ઈંચ જેવો વાવણી લાયક વરસાદ થતા ખેડુતો તથા આમ પ્રજાજનોમાં નવી આશાનો સંચાર થયો છે તેમજ બે દિવસના વરસાદ બાદ વાતાવરણ સ્વચ્છ બનતા ખેડુતો દ્વારા વાવણી કાર્ય પૂરજોશ સાથે વેગવંતુ બનાવવામાં આવ્યુ છે. જુન માસના અંત તથા જુલાઈ માસના પ્રારંભ બાદ સમય સમયાંતરે વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થવાના કારણે તરસીધરાને મહદ અંશે રાહત થવા પામી છે.
તો બીજી તરફ ભાવનગર શહેર નજીક વસેલા ગામડાઓમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ થતા બોરતળાવમાં નવા નિરની આવક થવા પામી છે. તો બીજી તરફ નાના-મોટા ચેકડેમો ખેત તલાવડીઓમાં સારા એવા પ્રમાણમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. જો કે લોક અપેક્ષા મુજબ વરસાદ થયો નથી પરતું થોડા વરસાદને લઈને લોકોમાં નવી આશાનો સંચાર થયો છે. જો કે દક્ષિણ ગુજરાતના વાપી, સુરત, સહિતના શહેરોની તુલનાએ ભાવનગર શહેર જિલ્લાના વરસાદ કંઈ પણ ન કહેવાય પરંતુ હજુ જુલાઈ માસના ૨૦થી વધુ દિવસો બાકી છે. ત્યારે આવનારા દિવસોમાં ભરપૂર મેઘમહેર વરસે તેવી તેવી કુદરતને પ્રાર્થના પણ કરી રહ્યા છે.

Previous articleદ. ગુજરાતમાં મેઘાનો કહેર : ડાંગ જિલ્લામાં ૯ ઈંચ વરસાદ
Next articleશહેરના હાદાનગર બંધ રહેણાકી મકાનમાંથી રોકડ ઘરેણાની તસ્કરી