વેળાવદરના વીજ લાઈનમેન નીનામાની સરાહનીય કામગીરી

1024

ગારિયધાર તાલુકાના વેળાવદર ગામે પીજીવીસીએલ વીજ કંપનીમાં આસીસ્ટન્ટ લાઈનમેન અરવિંદભાઈ આર. નીનામા છેલ્લા બે વર્ષથી ફરજ બજાવે છે. તા. ૧પ-૭-૧૮ને રવિવારના રોજ બપોર બાદ વેળાવદરમાં ભારે વરસાદ ચાલુ થયો હતો. રવિવારનો દિવસ અને ચાલુ વરસાદમાં વીજ પુરવઠો ખોરવાતાં પોતાના જીવને જોખમમાં મુકીને લાઈન ફોલ્ટ શોધી કાઢવા તે રેઈન કોર્ટ પહેરીને ખેતરો ખુંદવા લાગ્યા હતાં. ભારે જહેમતના અંતે સાંજે સાત વાગે વીજ પુરવઠો પુનઃ ચાલુ થતાં ગામ લોકોએ રાહત અનુભવી હતી. બીજા દિવસે ગામમાં બે ઉત્તરક્રિયા હોય, મજુરોને અનાજ દળવાની જરૂર વગેરે બાબતોને ધ્યાને લઈ તેણે આવી કપરી કામગીરી કરી હતી.

આજે સરકારી તંત્રમાં કામચોરી, ભષ્ટ્રાચાર માજા મુકી છે ત્યારે પ્રમાણિક અરવિંદભાઈ નીનામા જેવા કર્મચારીઓ આંગળીને વેઢે ગણાય તેટલા છે. ગ્રામજનોએ તેમના કાર્યને બીરદાવ્યું હતું.

Previous articleજાફરાબાદના સોખડા, ધારાબંદરમાં વ્યાપક નુકશાન : મુખ્યમંત્રી સમક્ષ સહાયની રજૂઆત
Next articleઆડોડીયાવાસમાંથી ઈંગ્લીશ દારૂના ર૦ ચપટા ઝડપાયા