ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે ૯ ઓગસ્ટથી બે વિશેષ ટ્રેનો દોડશે

247

યાત્રિકોની માગ અને સુવિધાને ધ્યાન પર રાખી સુવિધામાં વધારો કરાયો
ભાવનગરમાં યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે ૯ ઓગસ્ટ ૨૦૨૧ થી આગામી સૂચના સુધી બે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ-ટ્રેન નંબર ૦૯૫૩૪ ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક લોકલ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી ૧૪ઃ૦૦ કલાકે ઉપડશે અને ૧૮ઃ૦૫ કલાકે સુરેન્દ્રનગર પહોંચશે.ટ્રેન નંબર ૦૯૫૨૭ સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ સ્પેશિયલ સુરેન્દ્રનગરથી ૧૮ઃ૩૦ કલાકે ઉપડશે અને ૨૩ઃ૦૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.ટ્રેન નં. ૦૯૫૧૦ ભાવનગર-પાલિતાણા દૈનિક સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દરરોજ ૦૬.૩૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૭.૪૫ કલાકે પાલિતાણા પહોંચશે.ટ્રેન નં. ૦૯૫૦૯ પાલિતાણા-ભાવનગર દૈનિક સ્પેશિયલ પાલિતાણાથી દરરોજ ૦૮.૨૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે ૦૯.૫૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.ઉપરોક્ત તમામ ટ્રેનો ૯ ઓગસ્ટ, ૨૦૨૧ થી આગળની સૂચના સુધી ચાલશે. ઉપરોક્ત ટ્રેનોની વિગતવાર માહિતી માટે, યાત્રિયો કૃપા કરીને વેબસાઇટwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Previous articleભાવનગરના પૂર્વ મેયર સનત મોદીનું અવસાન, શહેર પ્રમુખ સહિત ભાજપના આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા
Next articleપાલિતાણાના ભંડારીયા ગામની સીમમાંથી માનવભક્ષી દીપડો ઝડપાતા લોકોએ રાહતના શ્વાસ લીધા