ભાવનગરના પૂર્વ મેયર સનત મોદીનું અવસાન, શહેર પ્રમુખ સહિત ભાજપના આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા

221

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રદ્ધાજલિ પાઠવી
ભાવનગરના પૂર્વ મેયર અને શહેર ભાજપન પૂર્વ પ્રમુખ સનત મોદીનું આજે સવારે બિમારીના કારણે અવસાન થતાં ભાજપ સહિત રાજકીય વર્તુળોમાં શોક ફેલાઇ જવા પામ્યો હતો. કેટલાક સમયથી બિમાર રહેલા સનત મોદીનું આજે સારવાર દરમિયાન તેમનાં નિવાસ સ્થાને અવસાન થયું હતું.
સનત મોદી ભાવનગરનાં મેયર ઉપરાંત ભાજપનાં શહેર પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ સહિત અનેક સંસ્થાઓમાં પણ હોદ્દેદાર તરીકે રહી ચૂક્યા છે. તેમનાં અવસાનથી શહેર ભાજપને મોટી ખોટ પડી છે. આજે સવારે ૧૦ કલાકે તેમનાં નિવાસ સ્થાનેકથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી. અંતિમ યાત્રા શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો, વેપારીઓ, ઉધોગકારો, વગેરે જોડાયા હતા. તેમનાં અવસાનથી રાજ્યના શિક્ષણમંત્રી ભુપેનદ્રસિંહ ચુડાસમાએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાજલિ પાઠવી હતી.