ભાવનગર જિલ્લામા ધો-૧૨ સામાન્ય પ્રવાહના પરીણામમાં ૩૧ વિધાર્થીઓએA-1ગ્રેડ મેળવ્યો

231

જિલ્લામાં નોંધાયેલા ૧૭ હજાર ૦૫૧ વિધાર્થીઓ પૈકી ૩૧ વિધાર્થીઓને એ-૧ ગ્રેડ મેળવ્યો
ધો.૧૨ સામાન્ય પ્રવાહનું આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરાયુ છે. જેમાં રાજ્યમાં નોંધાયેલા કુલ ચાર લાખ ઉપરાંત વિધાર્થીઓમાંથી ૬૯૧ વિધાર્થીઓને એ-૧ ગ્રેડ મળ્યો હતો. તેમાંથી ભાવનગર જિલ્લાના ૩૧ વિદ્યાર્થીઓએએ-૧ ગ્રેડ મેળવ્યો છે.ભાવનગરના નોંધાયેલા ૧૭ હજાર ૦૫૧ વિધાર્થીઓ પૈકી ૩૧ વિધાર્થીઓને એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૫૨૯ વિધાર્થીઓને એ-૨ ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત ૨૨૪૨ વિધાર્થીઓને બી-૧ ગ્રેડ તથા ૪૬૩૦ વિધાર્થીઓને બી-૨ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૫૮૧૩ વિધાર્થીઓને સી-૧ અને ૩૦૮૮ વિધાર્થીઓને સી-૨ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૬૦૫ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ અને ૧૧૩ વિદ્યાર્થીઓને ઈ-૧ ગ્રેડ મેળવ્યો છે. આમ આ વખતે માસ પ્રમોશનને કારણે તમામ જિલ્લાઓનું પરિણામ ૧૦૦ ટકા રહેવા પામ્યું છે. તેવી જ રીતે સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ભાવનગર જિલ્લાનું પણ ૧૦૦ ટકા પરિણામ રહ્યું હતું.

Previous articleકચ્છમાં ડ્રગ્સકાંડના મુખ્ય આરોપી શાહિદ સુમરાના ૮ દિવસના રિમાન્ડ મંજૂર
Next articleભાવનગરના પૂર્વ મેયર સનત મોદીનું અવસાન, શહેર પ્રમુખ સહિત ભાજપના આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા