એક વર્ગ એક વૃક્ષની યોજના માટે ગ્રીનસીટી દ્વારા ૭૭૭ વૃક્ષોનું વિતરણ

1595

ભાવનગર શહેરને વધુને વધુ હરીયાળુ બનાવવાના પ્રયાસરૂપે ગ્રીનસીટી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજવામાં આવેલ એક વર્ગ એક વૃક્ષની યોજના માટે ૭૭૭ વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બુધવારે સાંજે ૪ વાગે શાળા નં. ર, યશવંતરાય, હોલની બાજુમાં વૃક્ષારોપણ કરી શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત દરેક વર્ગના વિદ્યાર્થીઓ તથા શિક્ષક એક-ેઅક વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેને ઉછેરવાની જવાબદારી લેશે. ગ્રીનસીટી સંસ્થા લોકોને વિનામુલ્યે રોપાઓનું વિતરણ કરીર હી છે. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે આ યોજનાથી વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ મળશે. આ કાર્યક્રમમાં ગ્રીનસીટીના અચ્યુતભાઈ મહેતા, મુકેશભાઈ પરીખ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શાસનાધિકારી તથા તમામ સભ્યો તથા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય, શાળા નં. ર૦ના આચાર્ય્‌, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Previous articleબાળમજુરી નાબુદી માટે રોજગાર વિભાગ પ્રયત્નશીલ – શ્રમ અધિકારી
Next articleનારાયણ નગર શાળામાં રૂબેલા રસીકરણ