ધારી સિંહ સદન ખાતે વન્ય પ્રાણી સપ્તાહની જિલ્લા કક્ષાની ઉજવણી

1326
guj10102017-5.jpg

ગીર પુર્વ વન વિભાગ દ્વારા ધારીના સિંહ સદન ખાતે આયોજીત વન્ય પ્રાણી સપ્તાહની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડ્યા હતાં.
જિલ્લા કક્ષાની વન્ય પ્રાણી સપ્તાહની ઉઝવણી અવસરે સંવાદ કાર્યશાળામાં ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લાભરમાંથી વન્ય પ્રાણી પ્રેમીઓ વન વિભાગના ડી.સી.એફ., એસ.સી.એફ., આર.એફ.ઓ., ફોરેસ્ટર, મહિલગાર્ડ સહિતનાઓએ વિશાળ સંખ્યામાં હાજરી આપેલ.
આ અવસરે આરએફઓ પટેલ, ખાંભા આરએફઓ, કુંડલા-આબાળા દાનબાપુની જગ્યાના મહાવીરબાપુ, લીખુભાઈ બાટાવાળા, ડો. ભરાડ, ઉનાથી પ્રવિણ ટોક ડીસીએફ, કુરૂ પવા સ્વામી સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં વન વન્ય સંપદા, પશુ-પ્રાણી પક્ષી બચાવવાને સુરક્ષીત બનાવવા સાથ સહકાર અને લોક ભાગીદારીથી રક્ષીત બનાવવા વન વિભાગ અને લોકો સહીયારો પ્રયાસ કરવા અનુરોધ કરેલ. આ સંવાદ કાર્યશાળામાં સવાલ જવાબનું પણ આયોજન કરેલ. 
કાર્યક્રમને સફળ બનાવવા ડી.સી.એફ. કરૂપવ સ્વામિની એસીએફ રાણપરીયા તથા વન વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન એસીએફ રાણપરીયા દ્વારા કરવામાં આવેલ. 

Previous articleદામનગર વીજ કચેરી સામે ત્રણ ગામના લોકોએ દેખાવો કરી આવેદનપત્ર આપ્યું
Next articleપીથલપુર પ્રા.શાળાનું સન્માન