પાલીવાલ બ્રહ્મ સમાજનો ૩૨મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ

1374

પાલીવાલ બ્રહ્મ સમાજના ધો.૧૦ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિશિષ્ટ સિધ્ધ પ્રાપ્ત વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પ.પૂ. સીતારામ બાપુના અધ્યક્ષસ્થાને, શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની હાજરીમાં યોજાયો હતો.

આ પ્રસંગે કુલ ૩૮૫થી વધુ વિદ્યાર્થીઓનાં સન્માન પૂ. બાપુના હસ્તે થયાં હતાં જેમાં એચ.બી.બી.એસ., પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જીનીયર તેમજ ડી.વાય.એસ.પી.અને જીપીએસસીમાં ફર્સ્ટ કલાસ ઓફીસર તરીકે પસંદગી પામનારા યુવાનોએ લાભ લીધો હતો. તરીકે પસંદગી પામનારા યુવાનોએ લાભ લીધો હતો.

પાલીવાલ સમાજના દિલ્હી, હરિયાણા, કચ્છ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આગેવાનોની લાભ લીધો હતો.

પાલીવાલ સમાજના દિલ્હી, હરિયાણા, કચ્છ, મહારાષ્ટ્ર, અને રાજસ્થાનના આગેવાનોની હાજરીમા તળાજા ધારાસભ્ય કનુભાઈ બારૈયા માજી મેયર અને ચેરેમન, મહાનગરપાલિકા સુરેશભાઈ ધાંધલીયા સમાજના પ્રમુખ મુળજીભાઈ બારૈયા સહિતના શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્વાનો અને કેરીયર એકેડેમી ચલાવતા સંચાલકોએ વકતવ્યો આપેલ અખિલ ભારતીય પ્રા.બ્ર.સમાજના પ્રમુખ હિંમતભાઈ જાનીએ પ્રોત્સાહક હાજરી આપેલ.

સન્માનિત તમામ બાળકોને સ્વ. ગોપાલ ભાઈ ટી. જાની પરિવાર વતી કીટ ભેટ રૂપે આપવામાં આવેલ સમાજ દ્વારા ચાલતી વિવિધ પ્રકારની વિકાસ પ્રવૃત્તિના સવાહકોએ સમાજ હિતની વાત કરેલ. પૂ.સીતારામ બાપુએ આર્શિવાદ આપતા જણાવેલ કે જે સમાજ શિક્ષણ અને સંસ્કારને મહત્વ આપે છે તેનું હંમેશા ઉર્દવગમન થતુ હોય છે. સુચિતા સત્યતા અને સાતત્ય દ્વારા સમર્પિતતા પ્રાપ્ત થાય અને તેથી સફળ થવાય છે. વિદ્યાર્થી જીવનમાં મલેલી શીખ કાયમ યાદ રાખવા જેવી હોય છે. સજ્જનો સંગ કદી છોડવો નહી અને માતા પિતાને કદી પણ દુભાવશો નહિ અને વ્યસન છોડી સાચા વ્યક્તિનો સાથ રાખશો તો ચારિત્ર્ય ઉજ્જવળ બનશે.

પ્રાર્થના અને દિપ પ્રાગટ્યથી શરૂ થયેલા આ કાર્યક્રમ દિવ્ય વાતાવરણમાં મહાપ્રસાદ સાથે પૂર્ણ થયેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અવનીબેન જાનીએ કરેલ આભારવિધી ભરતભાઈ પંડ્યાએ કરેલ પધારેલ સૌ મહેમાનોનું સ્વાગત સમાજના મહામંત્રી મહેશભાઈ પનોતે કરેલ.

Previous articleવિસળીયા ગામને રૂબેલા રસીકરણ
Next articleડી.જી.નાકરાણી પાસેથી પોણા બે કરોડ વસુલવા વિપક્ષ નેતાએ કમિશ્નર સમક્ષ કરેલી રજૂઆત