ડી.જી.નાકરાણી પાસેથી પોણા બે કરોડ વસુલવા વિપક્ષ નેતાએ કમિશ્નર સમક્ષ કરેલી રજૂઆત

1148

ભાવનગર મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા જ યદિપસિંહ ગોહિલએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી એવા પ્રકારે  માંગ કરી છે કે શહેરમાંથી ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરી નિકાલ કરવાનો કોન્ટ્રાકટ મહાપાલિકાએ ડી.જી.નાકરાણી કંપનીને આપ્યો હતો. જે માટે નિલમબાગ બસ ગેરેજ પાસે આવેલ કોર્પોરેશનની જગયા કોન્ટ્રાકટ બેઝ પર આપવામાં આવી હતી. જેનો ગત તા. ૩૦-૪-ર૦૧૭ના રોજ કોન્ટ્રાકટ પુરો થયો છે પરંતુ આ જગ્યા ખાલી કરવાના બદલે કોન્ટ્રાકટરે વિના મંજુરીએ જુના ફીલ્ટરની પાણીની લાઈનમાંથી ગેરકાયદે કનેકશન જોડી આ પાણીનો વાહન ધોવામાં ઉપયોગ કરવામાં આવે છે.

આ જગ્યા પાંચ  વર્ષથી ઉપયોગમાં લેવાતી હતી જે કાયદેસર પ્રતિ ચોરસ મિટર રૂા. ૩૦૦ લેખે દર માસના અને દર મહિને રૂા. ર,૮૮,૪પ૦ ભાડુ થાય અને પાંચ વર્ષના રૂા. ૧,૭૩, ૦૭,૦૦ ફકત ભાડા પેટે વસુલવા જોઈએ આ ઉપરાંત દંડ તથા પાણી ચાર્જની વસુલાત બાકી એક તરફ મહાપાલિકાની તિજોરી તળીયા ઝાટક હોય સૌથી વધુ વેરો ભાવનગર મહાપાલિકા મિલ્કત ધારકો પાસેથી વસુલે છે. પરંતુ ડી.જી.નાકરાણી જેવી આણી મંડળીને સખાવત ધરી આર્થિક ખોટના ખાડામાં ઉતારે છે એ કયાનો ન્યાય? મહાપાલિકા જીઈબી પાસેથી પૈસા વસુલવા માટેના દ્વાર ખટખટાવે છે તો આવી એજન્સી પાસેથી નાણા વસુલવા કાર્યવાહી શા માટે કરવામાં નથી આવી રહી તેવા સવાલો વિપક્ષી નેતાએ કર્યા છે.

Previous articleપાલીવાલ બ્રહ્મ સમાજનો ૩૨મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ
Next articleજીતુભાઈ વાઘાણી દ્વારા ખાતમુર્હુતો કરાયા