૩ ગુજરાત એરફોર્સ એન.સી.સી. દ્વારા ફ્રીડમ રન કાર્યક્રમ યોજાયો

149

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે ૩,ગુજરાત એર સ્કોડન એન.સી.સી. ભાવનગર દ્વારા વિંગ કમાન્ડર કે.વી.શ્રીનિવાસ સાહેબના માર્ગદર્શન હેઠળ બોરતળાવ ખાતે ફ્રીડમ રન કાર્યક્રમ યોજાયો, જેમાં ૭૫ એન.સી.સી.ના કેડેટ્‌સએ ભાગ લીધેલ. કાર્યક્રમની શરૂઆત વિંગ કમાન્ડર શ્રીનિવાસ સાહેબએ રનીંગ, સાયકલીંગ, વોકિંગની પ્રવૃત્તિને કાયમી જીવન શૈલીના એકભાગ તરીકે દરેકે અપનાવવું અને તેની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર થતી રચનાત્મક અસરો વિષે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં એરફોર્સ એન.સી.સી.ના પી.આઈ. સ્ટાફ તેમજ જુનિયર ડીવીઝનના એન.ઓ. હરેશભાઈ.કાલાવડીયા, અરવિંદપરી ગોસ્વામી, રણજીતભાઈ પરમાર જોડાયા હતા,કાર્યક્રમને અંતે ફ્રીડમ રન સ્પર્ધામાં ભાગ લીધેલને મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ,

Previous articleભાવ.યુનિ. દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન કાર્યક્રમ યોજાયો
Next articleશાળાએ સાક્ષરતાનું નહીં, શિક્ષણનું ધામ બનવું જોઈએ