શૈશવના બાળકોને ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બતાવવાનો કાર્યક્રમ

1695

ભાવનગરની સંસ્થા શૈશવ લોક વિજ્ઞાન કેન્દ્ર ક્રાંતિવીર સરદારસિંહ રાણા સેવા ટ્રસ્ટના તત્વાવધાનમાં તા. ૭-૮-ર૦૧૮ થી ૧૦-૮-ર૦૧૮ દરમિયાન સાંજે ૬-૦૦ થી ૭-૦૦ શૈશવના બાળકોને ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બતાવવાનો તથા તે અંગે માહિતી આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

તા. રર-૮-૧૯૦૭ના રોજ જર્મની ના સ્ટુટગાર્ડ શહેર ખાતે મળેલા આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સરદારસિંહ રાણા તથા માદામ ભિખાઈજી કામા દ્વારા ભારતનો સૌપ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.  આ રાષ્ટ્રધ્વજ શૈશવના બાળકોને બનાવવામાં આવે છે. તા. રર-૮-ર૦૧૮ના રોજ આ રાષ્ટ્રધ્વજ બન્યા તે ૧૧૧ વર્ષ પુરા થનાર છે.

Previous articleશાંડીલ્ય ગોત્ર જોશી પરિવાર દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleતળાજામાં વિજપ્રશ્ને રજૂઆત