જનસંઘના પાયાના પત્થર અને અજાતશત્રું અટલજીને શહેર ભાજપ દ્વારા શ્રધ્ધાંજલી

1800

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પથદર્શક એવા વરીષ્ઠ આગેવાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક, જનસંઘના સ્થાપક સભ્ય, સંઘથી લઈ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સુધીના લાંબા રાજનીતીક જીવનમાં અનેક જવાબદારી અને દાયીત્વ નીભાવી ચુકેલ ભા.જ.પા.ના માર્ગદર્શક એવા શ્રધ્ધેય અટલ બિહારી વાજપાઈજીના આજે થયેલા અવસાનથી ભારદતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરે ઉંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી અને સદગતને ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવી હતી.

ભારત રત્ન, પ્રધાનમંત્રી જનસંઘના પાયાના પથ્થર, અજાતશત્રુ, પક્ષના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક એવા શ્રધ્ધેય અટલ બિહારી વાજપાઈજીના આજે થયેલા દુઃખદ નીધનના સમાચારથી સમગ્ર રાષ્ટ્ર સહિત ભાવેણા અને શહેર ભા.જ.પા.એ ઉડા દુઃખ અને શોકની લાગણી અનુભવી હતી અટલજીને શ્રધ્ધાજલી પાઠવતા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ કહ્યુ હતું કે ૨૫મી ડીસેમ્બર, ગ્વાલીયર, મધ્યપ્રદેશ ખાતે માતા કૃષ્ણાદેવી અને પિતાકૃષ્ણા બિહારી વાજપાઈજીની કુખે જન્મ ધારણ કરનાર અટલ અને વિરાટ વ્યકતીત્વ ધરાવનાર અટલજી લાંબી રાજકીય કારકિર્દીમાં ૧૦ વાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા એક આદર્શવાદી અને બહુ પ્રતીભાવંત નેતા તરીકે તેઓ ભારતીય જનતા પાર્ટી જ નહી પણ અન્ય રાજકીય પક્ષોમાં પણ એટલી જ લોકચાહના ધરાવતા હતા. રાષ્ટ્રપ્રેમીથી છલકતી કવીતાઓની રચનાઓ વડે તેઓએ અમરતા પ્રાપ્ત કરી હતી. કારગીલ અને પરમાણું વિસ્ફોટથી પોતાની કડક વડાપ્રધાન તરીકેની ઓળખ ઉભી કરી હતી જે સમય જતા એન.ડી.એ.ની રચના અને ભૂમિકામાં અગ્રેસર બની હતી. કવી હૃદય અને ઉદારવાદી સ્વભાવે તેને સર્વમાન્ય નેતા બનાવ્યા હતા જેને કારણે ૧૯૯૬માં પ્રથમવાર માત્ર ૧૩ દિવસના વડાપ્રધાન ત્યારબાદ ૧૩ મહિનાની સરકાર અને અંતમાં પૂર્ણ બહુમત સાથે ૧૯૯૮થી ૨૦૦૪ સુધી વડાપ્રધાન તરીકેની સફળ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દિનદયાળજીના નેતૃત્વમાં જ આઝાદીની લડાઈમાં ભાગ લીધો અને ૧૯૪૨માં અંગ્રેજો સામેના ભારત છેડો  અંદોલનમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો કોંગ્રેસની રાષ્ટ્ર વિરોધી નીતીઓ અને મુસ્લીમ તૃષ્ટીકરણની નીતીઓ સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારતીય જનસંઘ નામના રાજકીય પક્ષની સ્થાપન સમયે જનસંઘા સ્થાપક સભ્ય અટલજી જનસંઘના અધ્યક્ષ પણ બન્યા લાગલગાટ ૨૦ વર્ષ સુધી જનસંઘના સંસદીય દળના નેતા સહિત અનેક વહીવટી અને સંગઠનનાત્મક જવાબદારીઓ નીભાવતા તેઓ વડાપ્રધાન જેવા સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોચ્યા હતા. ભારતરત્ન, પદમવિભૂષણ, શ્રેષ્ઠ સાંસદ સહિત અનેક પુરસ્કારો મેળવનાર અટલજી જવાહરલાલ નહેર બાદ ૩ વાર દેશના વડાપ્રધાન બનનાર પ્રથમ બીન કોગ્રેસી વડાપ્રધાન હતા. ભારતને પરમાણુ રાષ્ટ્ર બનાવનાર, કારગીલ યુધ્ધમાં પાકીસ્તાનને જડબાતોડ જવાબ આપી ભવ્ય વિજય અપાવનાર, અને વિદેશી પ્રતીબંધો સામે નહી ઝુંકીને ભારત માતાને પરમ વૈભવના સ્થાને બીરાજમાન કરનાર ગૌરવશાળી વડાપ્રધાન તરીકે દેશ હંમેશા અટલજીને યાદ કરશે ભારત કોઈ જમીન કા ટુકડા નહી જીતા જાગતા રાષ્ટ્ર પુરૂષ  હે જેવી કવીતાઓથી અટલજી અમર બન્યા છે.

સદગતને આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, શહેર ભા.જ.પા. સનતભાઈ મોદી, સહિત આગેવાનોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી.

Previous articleપ્રજાપતિઓની જમીન બાબતે રજુઆત
Next articleજમીન મુદ્દે ખદરપર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું