જમીન મુદ્દે ખદરપર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું

2661

તળાજા તાલુકાના ખદરપર ગ્રામજનો દ્વારા મીઠી વિરડી ગ્રામજનો સાથે સર્જાઈ રહેલ વારંવાર જમીન હદ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

તળાજા તાલુકાના ખદરપર અને મીઠીવિરડી ગામ વચ્ચે ગૌચરણની જમીન સર્વે નં.૩૩૦ પૈકી ૧ અને ર નંબરની આવેલી છે. આમરણાંત પર ખદરપર અને મીઠીવિરડી બન્ને ગામના લોકો દાવો કરી રહ્યાં છે.

જે સંદર્ભે ખદરપર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવા પ્રકારે રજૂઆત કરી છે. વર્ષો જુના વિવાદ મામલે બન્ને ગામની હદરેખા સર્વે બાદ નિયત કરવા ખદરપર ગામે સરકાર દ્વારા નવા સ્મશાન અને રસ્તાનું નિર્માણ કરાવે. મીઠી વિરડી ગામના લોકો કાયદાઓ તથા પોલીસ પાવરનો દુરઉપયોગ અટકાવે, આ મુદ્દે ખદરપરના લોકોને ખોટા પોલીસ કેસમાં સંડોવી દેવામાં આવ્યા છે તે તમામ સામેના કેસો પરત ખેંચવામાં આવે આ સહિત અનેક માંગ કરવામાં આવી છે.

Previous articleજનસંઘના પાયાના પત્થર અને અજાતશત્રું અટલજીને શહેર ભાજપ દ્વારા શ્રધ્ધાંજલી
Next articleઆર.ડી.ઝાલાની દસ્તાવેજી ફિલ્મની પ્રસ્તુતી કરાઈ