કેરળમાં ગૌમાંસ ન ખાતા લોકોની મદદ કરો : સ્વામી ચક્રપાણિનું વિવાદિત નિવેદન

1193

કેરળમાં આવેલા વિનાશક પુરના નુંકસાનથી ઉભરવા અને લોકોને બચાવના એક તરફ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ અખિલ ભારતીય હિંદૂ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

સ્વામી ચક્રપાણિએ કહ્યું છે કે, કેરળમાં માત્ર તે લોકોની જ મદદ કરવાની અપીલ કરી છે જે ગૌમાંસ નથી ખાતા. તેમણે કહ્યું કે, હું પણ કેરળમાં મદદ માટેની અપીલ કરું છું, પરંતુ તે લોકોની કરવામાં આવવી જોઇએ જે પ્રકૃતિ અને પ્રાણીઓનું સમ્માન કરતા હોય. જ્યારે કેરળના લોકો માટે રોટી હતી તો તે ગાયનું માસ ખાવા માટે ગાયનો વધ કરી રહ્યાં હતા, ચિડાવી રહ્યાં હતા, તેથી મારો અર્થ તે છે કે હિંદૂઓએ તે લોકોની જ મદદ કરવી જોઇએ જે ગાયના માસ ખાવાથી બચ્યા હોય.

તેમણે કહ્યું, જે લોકો ગા. ખાવા અને રસ્તા પર તેને મારી હિંદૂ ધર્મને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તેમને માફ કરવા જોઇએ નહી. વધુમાં તેમણે કહ્યું કે, કેરળમાં ગાયને મારવામાં આવી તેથી રાજ્યમાં પુર આવ્યું. પ્રકૃતિ તે લોકોને દંડિત કરે છે જે આ ધરતી પર પાપ કરે છે. કેરળના તે નેતાઓ અને લોકોને દંડિત કરવા જોઇએ જેમણે રસ્તા પર ગાયોનો વધ કર્યો. પ્રકૃતિએ પુરના માધ્યમથી કેરળને દંડિત કર્યું અને કેટલાક ખોટા લોકોને કારણે નિર્દોષોએ પણ ભોગવવું પડ્યું.

તેમણે વધુમાં તેમ પણ કહ્યું કે, ગૌમાસ ખાતા લોકોને કોઇ મદદ મળવી જોઇએ નહી. જો તેમને મદદ આપવી હોય તો તેમની પાસે ભવિષ્યમાં ગૌમાસ નહી ખાવાની પ્રતિજ્ઞા લેવડાવવી જોઇએ.

Previous articleત્રીજી ટેસ્ટમાં ભારતનો 203 રને વિજય
Next articleબિહાર : ગઠબંધન કરી લેવા  ભાજપ કેટલીક સીટો છોડશે