કોઇ ટેકનિક બદલવા કહે તો મારી સાથે વાત કરાવજે : સચિન તેંડુલકર

1559

સચિન તેંડુલકરે નાની ઉંમરમાં જ સફળતા મેળવી લીધી હતી અને તેને પૃથ્વી શોની પ્રતિભાને ઓળખવામાં વધુ સમય લાગ્યો નહતો. સચિને પૃથ્વીની પ્રતિભાને આઠ વર્ષની ઉંમરમાં જ ઓળખી લીધી હતી અને તેને કહ્યું હતું કે કોઇ કોચ તેની નેસર્ગિક ટેકનિકને ના બદલે.

સચિને પોતાની એપ ’૧૦૦ એમબી’ પર કહ્યું, ’મે તેને કહ્યું હતું કે ભવિષ્યમાં તેના કોચ જેટલા નિર્દેશ આપે તે પોતાની ગ્રિપ કે સ્ટાંસ ના બદલે’ જો કોઇ તમને આવુ કરવા માટે કહે તો તેને કહેજો કે મારી સાથે વાત કરે, કોચિંગ આપવુ સારૂ છે પરંતુ કોઇ ખેલાડીમાં વધુ બદલાવ ના કરવા જોઇએ.’સચિને કહ્યું, આ ઘણુ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે એક વિશેષ ખેલાડીને જુવો, તો કઇ બદલાવ ના કરો, આ ભગવાનની ભેટ છે.’

સચિને કહ્યું, ’૧૦ વર્ષ પહેલા મારા એક મિત્રએ મને પૃથ્વીને રમતા જોવા કહ્યું, તેને મને કહ્યું કે હું તેની રમતનું આકલન કરૂ અને તેને સલાહ આપુ, મે તેની સાથે સિઝનમાં ભાગ લીધો અને રમતમાં સુધારા માટે કેટલીક વસ્તુ જણાવી’.પૃથ્વી શોને પ્રથમ વખત રમતા જોયા બાદ સચિને પોતાના મિત્રને કહ્યું હતું, ’તમે જોઇ રહ્યાં છો? આ ભવિષ્યનો ભારતીય ખેલાડી છે,’ મહત્વપૂર્ણ છે કે ૧૮ વર્ષના પૃથ્વી શોની આગેવાનીમાં ભારતે અંડર ૧૯ વર્લ્ડકપ જીત્યો હતો,

Previous articleરણવીર હવે પોતાની સિમ્બા ફિલ્મને લઇને ખુશ : રિપોર્ટ
Next articleકોહલીના નિશાના પર હવે સચિન તેંડુલકરનો રેકોર્ડ, માત્ર ૬ રનની છે જરૂર