આરસીબીના મુખ્ય કોચ ડેનિયલ વેટ્ટોરીની હકાલપટ્ટી

1398

દુનિયાભરમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં આગામી સિઝન પહેલા સ્ટાફમાં ખુબ ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિરાટ કોહલીના કેપ્ટનશિપ હેઠળની આરસીબી ટીમમાં સપોર્ટ સ્ટાફમાં ભારે ફેરફાર થઇ રહ્યા છે.

એક અખબારના જણાવ્યા મુજબ, ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને ટીમના હેડ કોચ ડેનિયલ વિટોરી, બેટિંગ અને ફિલ્ડીંગ કોચ ટ્રેન્ટ વુડહિલ અને બોલિંગ કોચ એન્ડ્રયુ મેકડોનાલ્ડને હટાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત એડમિનિસ્ટ્રેશન સેટઅપમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. પૂર્વ બોસ કે અમૃત થોમસની જગ્યાએ સંજીવ ચૂડીવાલાને લાવવામાં આવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે, ટીમની આગામી સિઝન માટે નવો સ્ટાફની કેપ્ટન વિરાટ કોહલીના નજીકના જ હશે. જો કે ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે નિકટતા ધરાવતા લોકો પોતાની જગ્યા બનાવી રાખવામાં સફળ રહ્યા છે. આ બાબતે ગત સિઝનમાં ઇઝ્રમ્ના બોલિંગ મેન્ટર તરીકેની જવાબદારી સંભાળનારા આશિષ નેહરા હાલમાં પોતાના પદ પર બની રહેશે.

Previous articleઆજે છડીમૂબારક પહોંચ્યા બાદ અમરનાથ યાત્રા પૂર્ણ જાહેર કરાશે
Next articleચૂંટણી : ભાજપની સોશિયલ મિડિયા ટીમ વધારે મજબુત