શીખ રમખાણ માટે રાહુલને જવાબદાર ઠેરવી શકાય નહીં : ચિદમ્બરમ

923

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ૧૯૮૪ના રમખાણોમાં કોંગ્રેસની સંડોવણી ન હોવાને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું છે કે તે વખતે પાર્ટી સત્તા પર હતી. આ ઘટના ખૂબ જ પીડાજનક હતી. શીખ વિરોધી રમખાણોને લઈને ચિદમ્બરમે કહ્યું હતું કે ૧૯૮૪માં કોંગ્રેસ પાર્ટી સત્તા પર હતી. મનમોહનસિંહ આના માટે સંસદમાં માફી માંગી ચુક્યા છે. આના માટે રાહુલ ગાંધીને કોઈપણ રીતે જવાબદાર ઠેરવી શકાય નહીં.

તે ગાળા દરમિયાન રાહુલ ગાંધી માત્ર ૧૩-૧૪ વર્ષના હતા. રાહુલે કોઈને પણ દોષમુક્ત જાહેર કર્યા નથી. એટલું જ નહીં એક બાજુ રાહુલ ગાંધીએ શીખ વિરોધી રમખાણો પર સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. ચિદમ્બરમે રાહુલનો બચાવ કર્યો છે. બીજી બાજુ રાફેલ ડિલને લઈને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે. ચિદમ્બરમે કહ્યું છે કે આ મામલો ખૂબ જ ગંભીર છે. આના ઉપર જાહેરમાં ચર્ચા થવી જોઈએ. વિસ્તૃત તપાસ થવી જોઈએ. આ જ કારણસર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે આ મામલાને જોરદાર રીતે ઉઠાવ્યો છે. શુક્રવારના દિવસે રાહુલ ગાંધીએ બ્રિટનમાં કહ્યું હતું કે ૧૯૮૪ના શીખ રમખાણોમાં કોંગ્રેસ પાર્ટીની કોઈ ભૂમિકા ન હતી. રાહુલે કહ્યું હતું કે આ રમખાણો ખૂબ પીડાજનક હતા પરંતુ કોંગ્રેસની અપરાધિક સંડોવણી ન હતી. ચિદમ્બરમે વિરોધ પક્ષો ઉપર આકરા પ્રહારો કર્યા છે. કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધતા ચિદમ્બરમે કહ્યું હતું કે વિમાનો માટેની કિંમત ભાજપના શાસનમાં ત્રણ ગણી કરતા પણ વધારે થઈ ગઈ છે. અગાઉની યુપીએ સરકારના ગાળા દરમિયાન વિમાનોની જે કિંમત હતી તેના કરતા અનેકગણી કિંમત થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે આ ખૂબ ગંભીર મામલો છે. આમાં જાહેર ચર્ચા થવી જોઈએ. વિસ્તૃત તપાસ થવી જોઈએ. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે ચિદમ્બરમે આ મુજબની વાત કરી હતી. ચિદમ્બરમે કહ્યું હતું કે યુપીએ સરકારે ૧૨૬ રાફેલ વિમાનો મેળવવા માટે કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. જે પૈકી ૧૮ તૈયાર સ્થિતમાં અને બાકીના ૧૦૮ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવનાર હતા. ફ્રાંસની કંપની સાથે ટેકનોલોજી ટ્રાન્સફર સમજૂતિ હેઠળ આ વિમાન તૈયાર કરવામાં આવનાર હતા. કિંમત પ્રતિ વિમાન ૫૨૬ કરોડ રૂપિયા હતી. જેના બદલે હવે ૧૮૯૪૦ કરોડ રૂપિયામાં આ ખરીદી કરવામાં આવી રહી છે.

૨૦૧૪માં યુપીએ સત્તાથી દુર થયા બાદ એનડીએ સરકાર સત્તામાં આવી હતી અને મોદી ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે ફ્રાંસ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ૩૬ રાફેલ વિમાનો ખરીદવાને લીલીઝંડી આપી હતી પરંતુ કિંમત ખૂબ વધારે રાખવામાં આવી હતી. પ્રતિ વિમાનની કિંમત યુપીએ સરકારના ગાળામાં ૫૨૬ કરોડની સામે ૧૬૭૦ કરોડ રૂપિયા થઈ ગઈ હતી અને આ સોદો પણ અભૂતપૂર્વ થયો હતો.

Previous articleટોપ અધિકારીની ફર્સ્ટ ક્લાસ વિમાન યાત્રા પર પ્રતિબંધ
Next articleરાહુલ હત્યારાઓની સાથે છે તે તેમના નિવેદનોથી સ્પષ્ટ થાય છે :  અકાલીદળ