રૂબેલા રસીકરણની નબળી કામગીરીવાળી ૩૪ શાળાઓની કમિશ્નર ગાંધી દ્વારા સમીક્ષા

1204

હાલમાં મિઝલ્સ તેમજ રૂબેલા વેકસીનની કામગીરી શરૂ હોય જે અંતર્ગત ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કુલ-૩૪ શાળાઓ એવી હતી કે જ્યાં રસીકરણની કામગીરી નબળી જણાયેલ તે શાળાઓની કમિશ્નરે સમીક્ષા કરવામાં આવેલ અને મિઝલ્સ રૂબેલા વેકસીનની અગત્યતા સમજાવી વેકસીન માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ અને આ રસીકરણ માટે ફેલાયેલ અફવાઓથી દુર રહેવા જણાવેલ અને ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં હાલમાં અંદાજીત એક લાખ દસ હજાર બાળકોનું રસીકરણ થયેલ છે. જેમાં એક પણ અનિચ્છનિય બનાવ બનેલ નથી તે બાબતે લોકોમાં જાગૃતિ ફેલાયેલ અને બાકી રહેલા બાળકોને આવનાર દિવસોમાં તા.ર-૯-૧૮ સુધીમાં ૧૦૦ ટકા રસીકરણની કામગીરી કરવામાં આવશે અને બાકી રહેલ શાળાઓને તારીખ ફાળવવામાં આવેલ છે અને પોતાના બાળકોને રસીકરણ કરાવવા તમામ વાલીઓને અનુરોધ કરવામાં આવેલ છે.

આ રસીકરણ કાર્યક્રમમાં સહકાર આપવા આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.આર.કે. સિન્હા, જિલ્લા શિક્ષણ અધિકારી પ્રજાપતિ, એસ.એમ.ઓ. ડો.અમિત ગંભીર, યુનિસેફના પ્રતિનિધિ-રીઝી એડવીન, નાયબ કમિશ્નર (એડમીન) ગોવાણી તથા કમિશ્નર એમ.એ. ગાંધીએ આ કાર્યક્રમને સંપૂર્ણ સફળતા મળે તેવી આશા વ્યક્ત કરેલ છે.

Previous articleભાવ. રેન્જ આઈજી ની સુચનાથી આરઆર સેલનું વિસર્જન
Next articleભરતનગરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા