પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે વિકસાવેલા આધુનિક સાધનોનો વન-ડે ટેકનોલોજી સેમિનાર યોજાયો

830

રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા અને સક્ષમ ટ્રસ્ટ-ન્યુ દિલ્હીનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ સવારે ૧૧ કલાકથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ સામાન્ય સમાજ સાથે આધુનિકતાથી જોડાઈ શકે અને તે માટે તેમની જરૂરીયાત પૂરી કરતા અત્યાધુનિક સાધનો વિષે માહિતગાર કરતા એક દિવસીય ટેકનોલોજી સેમિનારનું આયોજન સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ કેવી રીતે ટેકનીકલ સાધનોનો ઉપયોગ કરી પોતાની વિકલાંગતાને કારણે સર્જાયેલી ખામીને દૂર કરી શકે છે, સામાન્ય સમાજના વ્યક્તિઓ સાથે સક્ષમ રીતે સંકળાઈ શકે તેવા હેતુસર ખાસ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે વિકસાવેલા  વિશિષ્ટ સાધનોનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ. જેમાં  પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારે બનાવેલ ટોકિંગ કેલ્ક્યુલેટર, કૉમ્પ્યૂટર ઓપરેટ કરવા માટેના વિવિધ ટોકિંગ સોફ્ટવેર, કોમ્પ્યુટરની સ્ક્રીન પર લખાયેલ અક્ષરોને બ્રેઇલમાં રૂપાંતર કરતું ‘બ્રેઇલ-મી’ નામનું ખાસ ડિવાઇસ, સોનીક લેબરેલ, જીટ્ઠાજરટ્ઠદ્બ ઈર્દૃ ઈ૫ જેવા પુસ્તક અને સ્ક્રીન પર રહેલા અક્ષરોને સાત ભાષામાં વાંચી શકે તેવા ડિવાઇસનું ડેમોસ્ટ્રેશન કરી ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવા સાધનો ડેવલોપ કરવા અને તૈયાર થયેલા અન્ય ઉપકરણોની માહિતી તેમની કિંમત વિશે પરિચિત કરાવવામાં આવ્યા હતા.  આ માટે ટેકનીકલ તજજ્ઞ તરીકે સદગુરુ રાઠી, વિકાસ કક્કર અને મિત મોદીએ સેવા આપી હતી.

સેમિનારના અધ્યક્ષ લાભુભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે-અત્યારે પ્રજ્ઞાચક્ષુઓ સમાજના દરેક વિભાગોમાં સામાન્ય વ્યક્તિઓની જેમ પોતાની જવાબદારી ખૂબ જ તટસ્થતાપૂર્વક નિભાવી રહ્યા છે. જો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે સરકાર અને આ ક્ષેત્રે જોડાયેલ કંપનીઓ આધુનિક ટેકનોલોજીનાં વિશેષ ઉપકરણોનું નિર્માણ કરશે તો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જ પોતાની વિકલાંગતા અવરોધે નહીં તે રીતે ખૂબ જ આગળ વધી શકે છે. અને પોતાની રીતે કોઈપણ કાર્ય કરવા  સક્ષમ બની શકેશે. આ સેમીનારમાં મોટી સંખ્યામાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વિશિષ્ટ શિક્ષકો, સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી સહીત ટેકનોલોજીમાં રસ દાખવતા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરસીકરણ કાર્યક્રમમાં વધુ ચાર હજાર બાળકોને રસી અપાય
Next articleસૌરાષ્ટ્ર પ્રદેશ કલામહાકુંભ સ્પર્ધા-૧૮નો થયેલો પ્રારંભ