સૌરાષ્ટ્ર પ્રદેશ કલામહાકુંભ સ્પર્ધા-૧૮નો થયેલો પ્રારંભ

1312

આજે તા. ૨૯/૦૮/૨૦૧૮ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ વિભાગ અને યુવક સેવા અને સાંસ્ક્રુત્તિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા અમલીકરણ સમિતિની રાહબરી હેઠળ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર શહેર સંચાલિત તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના સહયોગથી શહેરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કલામહાકુંભ સ્પર્ધા-૨૦૧૮ નો મેયરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને પ્રારંભ કરાયો હતો.

આ સ્પર્ધા માં એક પાત્રીય અભિનય,નાટક, સમુહ ગીત લગ્ન ગીત નો સમાવેશ કરાયો છે.  આ કાર્યક્રમમાં નાયબ મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, નાયબ કમિશ્નર એન. ડી. ગોવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડો. અરૂણ ભલાણી, જિલ્લા રમત ગમત અધિકારી સીમાબેન ગાંધી, હીરાબેન વિંઝુડા, યોગીતાબેન, જાગ્રુતિબેન રાવળ, વિશાલ જોશી, નીતીનભાઈ દવે, મહંમદભાઈ દેખૈયા, આઠ જિલ્લા અને ચાર મહાનગરપાલિકા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલા વિજેતા કલાકારો હાજર રહ્યા હતા.

Previous articleપ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે વિકસાવેલા આધુનિક સાધનોનો વન-ડે ટેકનોલોજી સેમિનાર યોજાયો
Next articleનગરસેવકોને હવે ૧ર હજાર માનદ વેતન મળશે