નગરસેવકોને હવે ૧ર હજાર માનદ વેતન મળશે

1423

ભાવનગર મહાનગર પાલિકાના બાવન જેટલા નગરસેવકોને હવે મીટીંગ ભથ્થુ સહિત કુલ ૧ર હજાર જેવુ માનદ વેતન મળશે. સરકારે એપ્રિલ ર૦૧૮થી કોર્પોેરેટરોના માનદ વેતનમાં વધારો કરતા હવે ભાવનગર મહાનગર પાલિકાના સેવકોને સાતેક હજાર જેવુ માનદ વેતન તથા મીટીંગ ભથ્થુ રૂા.પ૦૦, ટેલીફોન ભથ્થુ રૂા.૧૦૦૦ અને સ્ટેશનરી રૂા.૧પ૦૦ મળીને હવે સેવકોને દર મહિને બારેક હજાર જેવુ માનદ વેતન મળવાનો પ્રારંભ થયો છે.

સરકારે કોર્પોરેટરોના માનદ વેતનમાં વધારો કર્યા પછી આવુ વેતન દેવાનો સરકારનો પરિપત્ર સેવા સદને આવતા સેવકોને નવા જાહેર કરેલા દરો પ્રમાણે માનદ વેતન દેવાની શરૂઆત થઈ છે. સરકારે એપ્રિલ ર૦૧૮થી આવો વધારો જાહેર કરતા સેવકોના ખાતામાં માનદ વેતનની રકમો જમા થતા સેવકોમાં રાજીપો ઉભો થયો છે. વેતનમાં વધારો થતા હવે સેવા સદનમાં સેવકોની હાજરી પણ ઠીક-ઠીક જોવા મળે છે. મોટાભાગના સેવકોની અવર-જવર ઠીક-ઠીક થઈ છે, સાથે સાથે મીટીંગોમાં પણ સેવકોની હાજરીમાં નોંધપાત્ર હાજરી બની રહી છે. આમ બાવન સેવકોમાં માનદ વેતન વધ્યું તેનો આનંદ જોવા મળે છે.

Previous articleસૌરાષ્ટ્ર પ્રદેશ કલામહાકુંભ સ્પર્ધા-૧૮નો થયેલો પ્રારંભ
Next articleશહેરમાં જાહેર સ્વચ્છતાના નામે શૂન્ય..!