ભાવનગરના દેવળોમાં ક્રિસમસની ઉજવણીનો ઝળહળાટ

37

ખ્રિસ્તી સમાજના પવિત્ર તહેવાર નાતાલ પર્વની આવતીકાલ તા.૨૫ ડિસેમ્બરના રોજ ઉજવણી થનાર હોય ભાવનગર શહેરના સીએનઆઇ ચર્ચ સહિત દેવળો અને મિશનરી શાળાઓમાં આકર્ષક લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ચર્ચો તથા મિશનરી શાળાઓને રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે જોકે આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે સાદાઈથી નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે નાતાલ પર્વને લઇને ખ્રિસ્તી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.