હાર્દિક પટેલ મામલે પાસ દ્વારા બોટાદ મામલતદારને આવેદન

1099

બોટાદ માર્કેટીગ યાર્ડ ખાતે પાસના કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતા .જ્યાં સરદાર પટેલ ની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જય સરદાર જય પાટીદાર ના નારા લગાવામાં આવ્યા હતા .જોકે રેલીની મજુરી નો લીધેલ હોય જેને લઈ કાર્યકરો છુટા છુટા તાલુકા સેવા સદન ખાતે પોહ્‌ચ્યા હતા . બોટાદ પોલીસ દ્વારા તાલુકા સેવા સદન ખાતે મસ મોટો પોલીસ કાફલો  ખડકી દેવામાં આવ્યો હતો  અને તાલુકા સેવા સદન ગેટ બધ કરી દેવામાં આવ્યા હતા અને પાસ ના કાર્યકરો ને ત્યાજ રોકી દેવામાં આવ્યા હતા અને માત્ર ને માત્ર અગેવાનોનેજ આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં આવ્યા હતા . તેમજ આગામી શનિવારે બોટાદ તાલુકા સેવા સદન ખાતે એક દિવસના ધરણા યોજવામાં આવશે તેમ ગોપાલ  ઈટાલીય દ્વારા જણાવેલ..પાટીદાર અનામત આદોલન સમિતિ ના હાર્દિક પટેલ ખેડૂતોના પ્રશ્નો ને લઈ અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને છેલ્લા છ દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે .ત્યારે આજે પાટીદાર આદોલન સમિતિ બોટાદ દ્વારા બોટાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવેલ કે પાટીદાર સમાજ ને અનામત આપવામાં આવે , ખેડૂતો નું દેવું માફ કરવામાં આવે , પાટીદાર આદોલન ના અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરવામાં આવે તેમજ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ ને મળવા જતા કાર્યકરોને પોલીસ દ્વારા રોકવામાં આવે  છે .દે પોલીસ દુર કરવામાં આવે  તેવી વિવિધ માંગ સાથે આજે ગોપાલ ઈટાલીય સહિત પાસના આગેવાનો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું .

Previous articleઅમરેલી ખાતે અભયમ્‌ મહિલા સુરક્ષા સંમેલન
Next articleવડનગર શાળાનું ગૌરવ વધારતા ડો.હાર્દિક જોશી