ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન તથા જણસી ની ખરીદી શરૂ કરાઇ

9

લાભ પાંચમના દિવસે કપાસ, મગફળી, કઠોળ સહિતની ખરીદીની શરૂઆત કરાઈ*
ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે વેપારી એસોસિયેશન દ્વારા સ્નેહમિલન તથા લાભ પાંચમના દિવસે જણસીની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં આ સ્નેહમિલનમાં ખાસ ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહી વેપારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારબાદ લાભ પાંચમના શુભ દિવસે જણસીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.

દિવાળીના તહેવારો બાદ દરેક વેપારીઓ ઉદ્યોગપતિઓ પોતાના વેપાર ધંધાને ઉદ્યોગની શરૂઆત લાભપાંચમના દિવસથી કરતા હોય છે, ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે પણ આજે વેપારીઓ દ્વારા ખેતીના જણસી ની ખરીદી ની શરૂઆત કરવામાં આવી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિયેશન દ્વારા આજે માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયા હતો, જેમાં વેપારી એસોસીએશન ના આગેવાનો વેપારીઓ પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ખેડૂતો, વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સર્વ લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને હરાજીની શરૂઆત કરી હતી. આજના દિવસે કપાસ, મગફળી, કઠોળ સહિતની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી.