જૈન મુનિ તરૂણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાં

1321

જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની વયે કાળઘર્મ પામ્યાં છે. તેમનું નિધન આજે સવારે 3.30 કલાકે થયું છે.

છેલ્લા 20 દિવસથી તેઓ કમળાની બીમારીથી પીડાતા હતાં. તેમને જેના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યાં હતાં. જૈન મુનિ તેમના ”કડવા વચનો” માટે ખુબ જ જાણીતા હતાં.

તરૂણ સાગરે છત્તીસગઢમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમનું મૂળ નામ પવન કુમાર જૈન હતુ. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહમાં 26 જૂન 1967માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર જૈન હતુ. જ્યાર બાદ તેમણે 8 માર્ચ 1981માં ઘરનો ત્યાગ કર્યો હતો અને ત્યાર બાદ તેમણે છત્તીસગઢમાં દિક્ષાગ્રહણ કરી હતી.

Previous articleસરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી
Next articleમહિલા સ્ક્વોશ ટીમ ફાઇનલમાં હારી