એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

1415

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં આયોજીત થયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓની સાથે બુધવારે મુલાકાત કરી હતી. વડાપ્રધાને તમામ વિજેતાઓની તેમણે મેળવેલી સિદ્ધિ માટે શુભકામના આપી હતી.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વડાપ્રધાન મોદીએ મેડલ વિજેતાઓને શુભેચ્છા આપી અને એશિયન ગેમ્સમાં તેમના શાનદાર પ્રદર્શન માટે પ્રશંસા પણ કરી હતી.

મોદીએ મેડલ વિજેતાઓને કહ્યું કે, તેમની સિદ્ધિએ ભારતના ગૌરવ અને સ્તરને વધાર્યું છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે મેડલ વિજેતાઓ પોતાના પગને જમીન સાથે જોડી રાખતા પોતાની લોકપ્રિયતા અને સિદ્ધિઓને કારણે પોતાનું ધ્યાન ભટકાવશે નહીં. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ખેલાડીઓ પાસેથી તેમના પ્રદર્શનમાં સુધાર માટે નવી ટેકનિકનો ઉપયોગ કરવાનો આગ્રહ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, ખેલાડીઓએ ટેકનિકના ઉપયોગથી પોતાની રમતમાં સુધારો કરવાનું ચાલું રાખવું જોઈએ.

નિવેદનમાં કહેવામાં આવ્યું, વડાપ્રધાન મોદીએ નાના શહેરોમાંથી આવનારા યુવા પ્રતિભાઓના વિકાસ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં ખુબ ક્ષમતા છે અને આપણે આ વિસ્તારની પ્રતિભાઓનો વિકાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, બહારના લોકો ખેલાડીઓ દ્વારા તેમની દિનચર્ચામાં આવતી મુશ્કેલીથી અજાણ છે.

કાર્યાલયે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું, પીએમે ખેલાડીઓને કહ્યું કે, તેઓ આ સિદ્ધિથી રોકાઇ નહીં અને વધુ સફળતા મેળવવા માટે મહેનત કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, મેડલ વિજેતાઓ માટે સૌથી મોટો પડકાર હવે શરૂ થશે અને તેઓએ ઓલંમ્પિકમાં મેડલ જીતવાના પોતાના લક્ષ્યને ન છોડવું જોઈએ.

ખેલ પ્રધાન રાજ્યવર્ધાન સિંહ રાઠોડ પણ આ દરમિયાન હાજર હતા. ભારતે ઈન્ડોનેશિયામાં આયોજીત ૧૮મી એશિયન ગેમ્સમાં ૬૯ મેડલ જીત્યા હતા. ૨૦૧૦માં ભારતે ગ્વાંગ્ઝૂ એશિયન ગેમ્સમાં ૬૫ મેડલ જીત્યા હતા. ભારતે વર્ષ ૧૯૫૧ની બરોબરી કરતા કુલ ૧૫ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.

Previous articleપ્લિસ્કોવાને હરાવી સેરેના વિલિયમ્સ સેમીફાઇનલમાં
Next articleયુએસ ઓપન ટેનિસ ક્વાર્ટરમાં નડાલની જીત