પ્લિસ્કોવાને હરાવી સેરેના વિલિયમ્સ સેમીફાઇનલમાં

1614

ન્યૂયોર્ક, અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ વર્ષના ચોથા ગ્રાન્ડ સ્લેમ અમેરિકન ઓપનના સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે સતત નવમી વખત આ ટૂર્નામેન્ટના અંતિમ-૪માં જગ્યા બનાવી છે. સેરેના ૨૦૦૮થી ૨૦૧૮ વચ્ચે માત્ર બે વખત ૨૦૧૦ અને ૨૦૧૭માં ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં ન પહોંચી શકી હતી. તેનું કારણ હતું કે તે આ બે વર્ષ ટૂર્નામેન્ટથી દૂર રહી હતી.

૨૪માં ટાઇટલથી બે જીત દૂર છે સેરેના ૧૭મી સીડ સેરેનાએ યૂએસ ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં ચેક રિપબ્લિકનની કૈરોલિના પ્લિસ્કોવાને સીધા સેટમાં ૬-૪, ૬-૩થી હરાવી હતી. ૩૬ વર્ષીય સેરેના હવે પોતાના કેરિયરના ૨૪માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલની નજીક પહોંચી ગઈ છે. જો તે આ ટાઇટલ જીતશે તો ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ માર્ગ્રેટ કોર્ટના રેકોર્ડની બરોબરી કરી લેશે.

સેરેનાએ કહ્યું, હું હવે કેરિયરના તે સમય પર છું જ્યારે મારી માટે દરેક મેચનું ખુબ મહત્વ છે. હું માત્ર ટેનિસ કોર્ટ પર જઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છું છું. મને ખ્યાલ છે કે મારી પાસે આગામી કેટલાક વર્ષો બાદ ચેમ્પિયનશિપમાં રમવા અને જીતવાની તક ઓછી હશે.

Previous articleમૌની રોય ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર
Next articleએશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત