આંતર કોલેજ સેપેકટેકરાવ ગેઈમ્સમાં ચેમ્પિયન બનતી તક્ષશીલા કોલેજ

986

વિશ્વમાં ૧૦૦ કરતા વધુ દેશોમાં રમાતી અને ભારતના પૂર્વાતર રાજ્યોની અતિલોકપ્રિય રમત સપેકટેકરાવની આજરોજ તક્ષશીલા કોલેજ ઓફ કોમર્સના યજમાન પદે આંતર કોલેજ સપેકટેકરાવ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ભાઈઓ અને બહેનોની ટીમમાં દસ થી બાર કોલેજોએ ભાગ લીધેલ. જેમાં બહેનોની ગેઈમ્સમાં નંદકુંવરબા મહિલા કોલેજને હરાવીને તક્ષશીલા કોલેજ ચેમ્પિયન બનેલ. તેવી જ રીતે ભાઈઓની ગેઈમ્સમાં ફાઈનલ શામળદાસ આર્ટસ કોલેજ અને તક્ષશીલા કોલેજ વચ્ચે રમાડવામાં આવેલ. ભાઈઓની ત્રણ સેટની મેચ અત્યંત રસાકસી ભરેલ રહેલ જેમાં તક્ષશીલા કોલેજ ર૧-૧૬, ર૧-૧૭થી ચેમ્પિયન બનેલ. સમગ્ર ટુર્નામેન્ટમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓ આગામી નેશનલ સપુકટેકરો રમવા જશે.

આ ટુર્નામેન્ટની શરૂઆત એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલ. બહેનોની સ્પર્ધામાં બી.એમ. કોમર્સ હાઈસ્કુલના આચાર્ય પરેશભાઈ ત્રિવેદી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં એમ.કે. ભાવનગર યુનિવર્સિટી વતી ડો.દિલીપસિંહ ગોહિલ, ડો.ભાવેશ જાની ઉપસ્થિત રહેલ તેમજ કોચ તરીકે ધર્મવિરસિંહ જાડેજા, હિતેશકુમાર વ્યાસ અને રેફરી તરીકે પાર્થભાઈ કવા અને રવિરાજસિંહ ઝાલા હાજર રહેલ.

Previous articleઅંધ ઉદ્યોગ શાળાના શિક્ષક રમેશભાઈ બારડને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત
Next articleઓમ સેવા ધામે ૧૦૮ બાળકૃષ્ણ સાથે વડીલો બન્યા ભાવ વિભોર