બિહારમાં મોબ લિચિંગ, ત્રણ લોકોની માર મારી કરાઈ હત્યા

1594

એક તરફ સુપ્રીમ કોર્ટે મોબ લિંચિંગ મામલે આક્રમક વલણ અખત્યાર કરી રાજ્યોને એક સપ્તાહનો સમય આપ્યો છે. જ્યારે બીજી બાજુ બિહારમાં સુપ્રીમ કોર્ટના આદેશના આદેશનો જાહેરમાં ભંગ કરતા હોય તેમ બિહારમાં ૩ જીંદગી ભીડતંત્રને ભેટ ચડી ગઈ છે. ગ્રામીણોએ ત્રણ લોકોની ઢોર માર મારીને હત્યા નિપજાવી છે. ત્રણમાંથી એક એકનું ઘટનાસ્થળે તો બીજા બેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી દીધી છે.

બિહારના બેગુસરાય જીલ્લાના નારાયણપીપર ગામના ગ્રામીણોએ હથિયાર વડે ત્રણ લોકોને ઢોર માર માર્યો હતો. આ ત્રણેય પર આરોપ છે કે તેઓ પંસલ્લા ગામમાં આવેલી નવસૃહિત વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરવા આવ્યા હતાં. તેઓ વિદ્યાર્થિનીનું અપહકરણ કરવાની ફિરાકમાં હતા તે દરમિયાન જ શાળાના આચાર્યએ હોબાળો મચાવ્યો. વિરોધ કરતા આ ત્રણેય બદમાશોએ શાળાના આચાર્યને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

જેને લઈને શાળાના પ્રાંગણમાં ભારે હોબાળો મચી જવા પામ્યો. ધીમે ધીમે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા.

Previous articleદિલ્હીમાં લાલ કિલ્લા નજીક બે ખૂંખાર ત્રાસવાદી પકડાયા
Next articleડોલર સામે રૂપિયો નબળો પડતા  વિદેશી દેવાની ચુકવણી માટે ’ ૬૮૫૦૦ કરોડનો વધુ બોજ