આવતીકાલથી પ્રારંભ થતાં ભાદ્રપદ માસનાં શુકલ પક્ષનાં પખવાડિયાનાં પંચાંગનું સંક્ષિપ્ત વિવરણ

3017

આવતીકાલે તા.૧૦-૯-૧૮ થી ભાદરવા (સવંત ૨૦૭૪ શાકે ૧૯૪૦ દક્ષિણાયન શરદ ઋતુ)માસનાં શુકલ પક્ષનો પ્રારંભ થઈ રહ્ય છે. તા.૨૫-૯-૧૮નાં રોજ પૂર્ણઇમાને દિવસે પક્ષ પૂર્ણ થશે.
દિનવિશેષતાની દ્રષ્ટિએ જોતા તા.૧૦ મૌન વ્રત પ્રારંભ તથા મુસ્લિમ જિલ્હેજ (૧૨) માસની સમાપ્તિ તા.૧૧ મોહરમ (૧) માસ તથા હિજરી સને ૧૪૪૦ નો પ્રારંભ તા.૧૨ કેવડા ત્રીજ વરાહ જયંતી તા.૧૩ શ્રી ગણેશ ચતુર્થી જૈન સવત્સરી તથા સૂર્ય નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની (વાહન મેષ સ્ત્રી સ્ત્રી સુ.સુ.)તા.૧૪ ઋષીપંચમી તા.૧૫ સુર્યષષ્ઠી બલરામ જયંતી ગૌરી આવાહન તા.૧૬ ભાનુ સપ્તમી ગૌરી પૂજન જયેષ્ઠા ગૌરી પૂજા પારસી અરદિબેહેસ્ત (૨) માસનો પ્રારંભ તા.૧૭ ગૌરી વિસર્જન દુર્ગાષ્ટમી તા.૧૮. સ્વા. શ્રી હરિજયંતિ તા.૧૯ ભાગવત સપ્તાહ પ્રારંભ તા.૨૦ પરિવર્તિતની એકાદશી મુસ્લિમ મોહરમ તાજીયા તા.૨૧ વામન જયંતી તા.૨૨ શનિપ્રદોષ ગોત્રિરાત્રિ વ્રત આરંભ તા.૨૩ અનંત ચતુર્દશી (ચતુર્દશી વૃધ્ધી તિથી)વિષુવદિન તા.૨૪ વ્રતની પૂનમ તા.૨૫ ગોત્રિરાત્રી વ્રત સમાપન સન્યાસિનાં ચાર્તુમાસની સમાપ્તિ મહાલય (શ્રાધ્ધ)નો આરંભ આજે (પ્રતિપદા)એકમનું શ્રાધ્ધ તથા ભાગવત સપ્તાહ સમાપ્તિ છે.
આ પક્ષમાં પંચક તા.૨૧ (ક.૩૦ મિ.૧૨થી)તા.૨૬ (ક.૨૫ મિ.૫૫)સુધી રહે છે. ઉપરાંત તા.૧૪ (ક.૧૯-૧૬)થી શરૂ થયેલો ‘વિછુડો’તા.૧૬ (ક.૨૮-૫૬)સુધી રહે છે. ચાર્તુમાસ ચાલુ હોવાથી આ માસમાં લગ્ન વાસ્તુ પૂજન ખાતમુર્હત યજ્ઞોપવિત કે એવા અન્ય માંગલિક પ્રસંગો થઈ શકશે નહી સામાન્ય દિનશુધ્ધીની દ્રષ્ટિએ મુસાફરી પ્રયાણ ખરીદી વેચાણ કોર્ટકચેરી કે દસ્તાવેજી પ્રકારનાં નાના મોટા રોજ બરોજનાં મહત્વનાં દૈનિક કાર્યો માટે તા.૧૦-૧૨-૧૩-૧૯-૨૦-૨૧ તથા ૨૨ શુભ, તા.૧૧-૧૫-૧૬-૧૭-૧૯ સામાન્ય પ્રકારનાં (મધયમ)તેમજ તા.૧૪-૧૮-૨૩-૨૪ અશુભ છે. તા.૧૩ (ગણેશ ચતુર્થી તથા જૈન સંવત્સરી)તથા તા.૨૦ (મોહરમ)જાહેર તહેવારો તથા ેબન્ક હોલી ડે છે.
ગ્રામ્યજનો તથા ખેડુત મિત્રોને હળ જોડવા તા.૧૦-૧૨-૧૯-૨૦-તથા ૨૧, વાવણી રોપણી તેમજ બીજ વાવવા (ખાસ કરીને આ દિવસોમાં અડદ, લાલતલ, જુવાર, ગાજર, ટામેટા, ફલાવર, કોબી, મુળા, કાળા મગ, તુવેર ભીંડા ગુવાર વિગેરેનાં વાવેતર કરવા માટે)તા.૧૦-૧૨-૧૩-૧૭-૧૯-૨૦ તથા ૨૧ અનાજની કાપણી લણણી, નિંદામણ માટે તા.૧૨-૧૩-૧૬-૧૭-૧૯-૨૦ તથા ૨૧ પશુઓની લેવડદેવડ કરવા માટે તા.૧૬, ખેતીવાડીને સંબંધિત કોઈપણ પ્રકારની ખરીદી માટે તા.૧૨ વેચાણ માટે તા.૧૯, પ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય ભુશા માટે તા.૧૬, તેમજ નવા સ્થાન ઉપર પ્રથમ વારની ખેતી માટે તા.૧૩-૨૫ શ્રેષ્ઠ અને શુભ દિવસો હોવાથી તે દિવસોનો લાભ જોવા સૂચન છે.
ગગન મંડળનું અવલોકન કરતાં આ દિવસો દરમિયાન સૂર્ય સિંહ તથા કન્યા રાશિમાં, ચન્દ્ર સિંહથી લઈને મીન રાશિ સુધી મંગળ મકર રાશિમાં (ઉચ્ચ)બુધ સિંહ તથા કન્યા રાશિમાં (સ્વગૃહી) ગુરૂ તુલા રાશિમાં, શુક્ર પણ તુલા રાશિમાં (સ્વગૃહી) શનિ ધનરાશિમાં (અન્યોન્ય થકી ઉચ્ચ)રાહુ કર્ક તથા કેતુ મકર રાશિમાં ભ્રમણ કરી રહેલ છે. ખગોળ રસિકો માટે (જે આકાશ ચોખ્ખુ હશે તો)તા.૧૪ ચન્દ્ર ગુરૂની યુતી તથા તા.૧૭ ચન્દ્ર શનિની યુતિ માણવા મળશ મતલબ જોઈ શકાશે. આ દિવસો મીન (દ-ચ-ઝ-થ) મિથુન (ક-છ-ધ), કન્યા (પ-ઠ-ણ)તથા ધન (ભ-ધ-ફ-ઢ) રાશી ધરાવનારી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ ઉત્તમ મેષ (અ-લ-ઈ), તુલા (ર-ત) કર્ક (ડ-હ) તથા મકર (ખ-જ)વાળા માટે મધ્યમ અને વૃષભ (બ-વ-ઉ), સિંહ (મ-ટ) વૃશ્ચિક (ન-ય)તથા કુંભ (ગ-શ-સ)રાશિ વાળી વ્યક્તિઓ માટે સામાન્ય પ્રકારનાં બની રહેશે.

– મહેન્દ્રકુમાર પંડ્યા

Previous articleધંધુકા ડેપો મેનેજરનો વિદાય સમારંભ યોજાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે