તેલંગાણામાં ગઠબંધન માટે કોંગ્રેસ મજબૂત સીટ નહીં છોડે : રાહુલ ગાંધી

852

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે તેલંગાણા કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં રાહુલ ગાંધીએ એક સંદેશ આપ્યો છે. રાહુલે સ્પષ્ટ રીતે કહ્યું કે, જે સીટ પર કોંગ્રેસ મજબૂત છે, એ સીટોને સહયોગી પાર્ટી માટે છોડશે નહીં.

રાહુલે ભલે આ વાત તેલંગાણા માટે કહી હોય પરંતુ ચર્ચા અનુસાર આ ફોર્મ્યુલા કોંગ્રેસ દેશભરમાં લાગુ કરશે.

અહીંયા એ પણ નોધવું રહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એમણે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી, જે રાજ્યપાલે સ્વીકારી હતી. ત્યારબાદ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે.

સૂત્રોના કહેવા અનુસાર રાહુલ ગાંધીએ તેલંગાણા કોંગ્રેસના તમામ નેતાઓની પહેલાં વ્યક્તિગત મુલાકાત કરી અને પછી તેમણે એક સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. રાહુલે કહ્યું કે, જો રાજ્યમાં ટીડીપી, સીપીઆઈ અને ડીજેએસથી કોઈ ગઠબંધન થશે તો એ પાર્ટીના ફાયદાને જોઈને કરાશે. આપણે જયાં મજબૂત છીએ, એ સીટો સાથીપક્ષો માટે બલિદાન કરીશું નહીં. તેલંગાણાના નેતાઓ સાથે રાહુલ ગાંધીની આ મુલાકાત દિલ્હી સ્થિત પાર્ટીની મુખ્ય ઓફિસના વોરરુમમાં યોજાઈ હતી.

અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, રાહુલ ગાંધીએ ભક્ત ચરણદાસને તેલંગાણા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.

Previous articleઅંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળકમાં હીનભાવના જન્મે છે : વૈંકેયા નાયડૂ
Next articleમાલ્યાનો દાવો સાચો,જેટલીને જુઠ્ઠુ બોલવાની આદત છે : લલિત મોદી