ધર્મનાં આધાર પર આરક્ષણ મંજૂર નહીં : અમિત શાહ

1042

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેલંગાણા પહોંચ્યા છે. આ સાથે તેલંગાણાની વિધાનસભા ચૂંટણીનો શંખનાદ ફુંકાઈ ચુંક્યો છે. અમિત શાહે તેલંગાણાની ટીઆરએસ પાર્ટી પર હુમલો કરતાં કહ્યું કે, ટીઆરએસ દ્વારા વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરવામાં આવી રહી છે. અહીંયા એ નોંધવું રહ્યું કે, ટીઆરએસના વડા કે.ચંદ્રશેખર રાવ હાલ તેલંગાણાના કાર્યકારી મુખ્યમંત્રી છે.અહીંયા મીડિયાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ કેટલાક સમય પહેલાં એક દેશ,એક ચૂંટણીનો વિચાર રજૂ કર્યો અને ચંદ્રશેખર રાવે એનું સમર્થન કર્યું. જોકે, હવે એમણે અચાનક પોતાની કેબિનેટ ભંગ કરીને રાજ્ય પર બે-બે ચૂંટણીના ખર્ચ નાખી દીધા છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ટીઆરએસ અનામતની રાજનીતિ કરી રહી છે

પરંતુ એ ચૂંટણી જીતી શકશે નહીં. ભાજપ તેલંગાણામાં તમામ બેઠક પર ચૂંટણી લડશે અને ભવ્ય વિજય હાંસલ કરશે.

અમિત શાહે ટીઆરએસ પર આરોપ લગાવ્યો કે, એ વોંટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યાં છે પરંતુ રાજ્યની જનતા જાણે કે વિકાસ અને કાનૂન સાથે સંલગ્ન તમામ બાબતમાં ટીઆરએસ સરકાર નિષ્ફળ નીવડી છે.

 

Previous articleફ્લોરેન્સ વાવાઝોડાથી કૈરોલિનામાં ૫નાં મોત
Next articleસ્વચ્છ ભારત અભિયાનને કારણે ડાયેરિયાના કેસો ઓછા થયા : મોદી