સિહોર શહેર કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું, ઠાકોર સેનાના યુવાનો કોંગ્રેસમાં જોડાયા

796
bvn30102017-2.jpg

વિક્રમ સંવત ૨૦૭૩ વિદાઇ થઈ વિક્રમ સંવત ૨૦૭૪ નુ નૂતન વર્ષ શરૂઆત થી જ આશાઓ અને ઉમંગોથી છલોછલભરી પ્રારંભ થયુ છે. 
આ નવુ વર્ષ ગુજરાત તથા સમગ્ર દેશમા સુખ, શાંતી, સમૃદ્ધિ   પ્રાપ્ત થાય અને સુખી રહે ગુજરાત સાથે નવસર્જન ગુજરાત  થકી ગુજરાતની ભરમાર સમસ્યાઓનો અસ્ત થઇ પરીવર્તનની નવી પરોઢ સાથે હદયમા ઉમીઁના ઉમળકાભેર આ નૂતન વર્ષને વધાવવા સિહોર શહેર કોંગ્રેસનુ સ્નેહમિલન સમારોહ માળીનો મઢ ભીલવાડાના ખાંચા ખાતે આયોજન થઈ ગયું. જેમાં મોટીસંખ્યામાં આગેવાન-અગ્રણીઓ ઉપસ્થતિ રહ્યા હતા. જ્યારે સિહોર ઠાકોર સેનાના યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા પચીસ જેટલા યુવાનોએ કોંગ્રેસના ખેસ ધારણ કરીને જય કોંગ્રેસનો ઘોષ બોલાવીને વિધિવીત પ્રવેશ કર્યો હતો.જ્યારે શહેર કોંગ્રેસ આયોજિત સ્નેહ મિલનમા  આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, નગર સેવકો, આઇ.ટી.સેલ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, તેમજ વિવિધ સેલ ના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો તેમજ કોંગ્રેસ સમર્થક અને કોંગ્રેસ શુભચિંતકો હાજર રહ્યા હતા.