ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં રાજકિય રંગ લાગતા પોલીસ દોડી ગઈ

841
guj30102017-1.jpg

રાજુલાની પ્રસિધ્ધ પૂંજાબાપુ ગૌશાળા વર્ષો પહેલા કાઠી દરબાર સંત સ્વરૂપે (સફેદ કપડામાં) ભુખ પહેરી લુલી લંગડી ગાયોની ભરબજારમાં પણ કરતા સ્વધામ સિધાવ્યાની જ્યોત ચાલુ રાખવા રાજુલાના ગૌ સેવકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાજુલા ખાતે સર્વોદય કલ્યાણકારી જીવદયાસંઘના ટ્રસ્ટ નીચે પુંજાબાપુ ગૌસેવા સદનની વિશાળ જગ્યામાં લુલી લંગડી ગાયોની સેવાર્થે ર૦ દિવસ પહેલા ગુજરાત બક્ષીપંચ મોરચા કોંગ્રેસ દ્વારા હનુમાનગાળા હનુમાનજીનો લોટ મહાપ્રસાદ અને ખાંભા તાલુકાના બોરણા ગામે સુપ્રસિધ્ધ બે ધુરંધર આંતરરાષ્ટ્રીય કલાકારો માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવીનો લોકડાયરાનું આયોજન થયું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં જનમેદની વચ્ચે લોકડાયરો શરૂ પણ થયો પણ અંબરીશભાઈના આ પ્રસંગને રાજકિય રંગ લગાડી તંત્ર દ્વારા રાત્રે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ કરાવવા પોલીસ આવી સામસામે આવી ગયા અને છેવટે અંબરીશભાઈ સામે એફઆઈઆર પણ દાખલ કરાઈ. આ બાબતે ગૌપ્રેમીઓમાં અતિ રોષની લાગણી પ્રસરી જઈ ખુબ વિરોધ છવાયો જે તસ્વીરમાં નજરે પડે છે.

Previous articleદામનગરના રાભડા ગામે યુવાન પુત્રને સ્મૃતિ રૂપે જીવંત રાખવાનો વંદનીય પ્રયાસ
Next articleસિહોર શહેર કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું, ઠાકોર સેનાના યુવાનો કોંગ્રેસમાં જોડાયા