વિદ્યાર્થીઓ વિકટોરીયા પાર્કની મુલાકાતે

1043

નંદકુવરબા મહિલા કોલેજ બી.બી.એ. વિભાગ દ્વારા હાલમાં વિદ્યાર્થીનીઓને જુદી જુદી વન્સપતીઓની જાણકારી આપવા માટે વીકટોરીયા ગાર્ડનના પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રના વન વિભાગ ભાવનગરની મુલાકાત લેવા આવી હતી. નંદકુવરબા મહિલા કોલેજ બી.બી.એ. વિભાગની વિદ્યાર્થીનીઓએ આ મુલાકાત દ્વારા કઈ વનસ્પતી ક્યા રોગમાં અકસીર ઈલાજ તરીકે કામ કરે છે તેની વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ઉપરાંત આ વન વિભાગમાં વિચરતા જુદા જુદા પક્ષીઓ અને નાના-મોટા જીવ જંતુઓ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.