ભાદરવા માસના મધ્યે સુર્યનારાયણ આકરા પાણીએ તપ્યા, તાપમાન ૩પ ડીગ્રીને પાર

1299

ભાદરવા માસના પંદર દિવસ પુર્ણ થવાની તૈયારએ છે ત્યારે ભાદરવે ભરપુર મેઘના બદલે તીવ્ર તડકા સાથે તીવ્ર બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે.

વર્તમાન સમયે ચોમાસુ પુર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે છેલ્લા ત્રણે દિવસથી તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને મહત્તમ તાપમાન ૩પ ડિગ્રીને પા થઈ જવા પામ્યું છે. તો બીજી તરફ તડકા વચ્ચે પવનની ગતિમંદ પડતા ભેજનું પ્રમાણ વધ્યું છે અને બફારો વધી રહ્યો છે. અકાદ સપ્તાહથી મોડીરાત સુધી તીવ્ર બફારો લોકો અનુભવી રહ્યા છે. સામાન્યત ભાદરવા માસમાં ચોમાસાની વિદાય થતી હોય એવા ટાણે તાપમાન ર૯ થી ૩ર ડિગ્રી વચ્ચે રહેતું હોય છે. મોડીરાત્રે અને વહેલી પરોઢે ઝાંકળ વર્ષાના કારણે દિવસભર ગુલાબી વાતાવરણ રહેતું હોય છે પરંતુ રાજયના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  બંગાળના અખાતમાં ડીપડીપ્રેશનનું નવેસરથી બંધારણ થતા તથા પુર્વોત્તર રાજયોમાંથી પરત ફકરતા વ્યાપારી પવનોના કારણે રાજયના સાગરતટના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતાઓ બળવત્તર બનીર હેશે જો કે હાલ ચોમાસાના સમાપનનો સમયકાળ ચાલી રહ્યો હોય આથી ભારે વરસાદની શકયતાઓ નહિવત છે. પરંતુ બંગાળના સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતના કારણે છેક ગુજરાતના સમુદ્ર સુધી અસર પહોંચી છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેર જીલ્લા માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ ઋત વર્તારાના જાણકારોના મત મુજબ હજુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તો બીજી તરફ ખેડૂતોના મત મુજબ જો પાછોતરો વરસાદ થશે તો  રોકડીયા પાકને નુકશાન થવાની ભીતિ છે પરંતુ આવનારા સમય માટે પાણીની સમસ્યાનો ઉકેલ ચોક્કસ પણે હળવો થશે આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળો છવાયા છે.