ઘોઘા ખાતે અદ્યતન ડ્રેઝરનું આગમન

3051

ભાવનગરના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજને સાંકળતી સમુદ્રી પરિવહન સેવા ઘોઘા – દહેજ રો-રો ફેરી સર્વિસ ફરિ એકવાર નવા અપડેટ સાથે શરૂ કરવા સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ રાજયની સૌથી મોટી સમુદ્રી માર્ગે પરિવહન સેવા છેલ્લા ૪ માસ કરતા વધુ સમયથી સ્થગીત કરવામાં આવી છે. ખંભાતના અખાતમાં  હેવી સમુદ્રી કરંટ તથા મૂળ સેવામાં થોડા ફેરફારો અને અધુરી કામગીરીનો કારણો તંત્રએ લોકો સમક્ષ મુકવામાં આવ્યા હતા પરંતુ હવે ભાવનગરની ખાનડીમાં ચોમાસુ કરંટ પુર્ણ થવા સાથે તંત્રએ આપેલ મુદત પુર્ણ થતા હોય કેન્દ્રીય શિપીંગ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ એવી જાહેરાત કરી હતી કે યોજનાનો મુળ હેતુ ગુજરાતના વ્યવસાયી હબ એવા સુરત તથા ઉદ્યોગોની નગરી ભરૂચ-અંકલેશ્વરને જોડવાના હેતુ સિધ્ધ કરવામાં આવશે તાજેતરમાં એક વિશેષ ટીમ દ્વારા સુરતના હજીરા બંદર ભરૂચના દહેજ ખાતે તથા ઘોઘા ટર્મીનસ ખાતે કેટલા પરિક્ષણ અને ઉંડો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. બીજા તબકકામાં મુસાફરો ઉપરાંત કાર્ગો કન્ટેનર, હેવી, લોડેડ વાહનો તથા પ્રવાસી વાહનોનુ સરળતાપુર્વક પરિવહન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઘોઘા તથા દહેજ ખાતે નિયમિત પણે ડ્રેઝીંગની આવશ્યકતાઓ હોય છે પરંતુ ચોમાસુ કરંટના કારણે ડ્રેઝીંગ  થઈ શકયું ન હતું પરંતુ તાજેતરમાં  એક અદ્યતન ડ્રેઝર શીપ ઘોઘા ખાતે આવેલ ટર્મીનસ પર આવી પહોચ્યું છે. અને ડ્રેઝીંગ કાર્ય પુર જોશમાં શરૂ કરી દેવામાં આવી છે. અત્રે તથા દહેજ ખાતે ડ્રેઝીંગ કાર્ય પુર્ણ થતા લગભગ એકાદ માસ જેવો સમય લાગશે તેવું સરકારી સુત્રો તથા ડ્રેઝીંગ સાથે સંકળાયેલા એજન્સી ધારકોએ જણાવ્યું હતું આથી દિવાળીના સમય ગાળામાં ઘોઘાથી હજીરા વાયા દહેજ સુધીની પુર્ણ અને વાત્વિક સેવા શરૂ કરવામાં આવશે વધુમાં સુત્રો જણાવ્યું છે કે એકાદ દિવસમાં નવુ વેસલ ઓખાથી હજીરા આવી પહોંચશે અને ટ્રાયલ પણ યોજાશે.