ભાવનગર – રાજકોટ હાઈ-વે ઉપર જીવલેણ ખાડાઓ હજુ કેટલાનો ભોગ લેશે ?

1535

ભાવનગર રાજકોટ ધોરી માર્ગ ફોરલેન બનાવવા સરકારે કમરકસી હતી. અમુક જગ્યાએ આ રોડ ફોરલેન જોવા મળી રહ્યો છે તો અમુક જગ્યાએ કામો શરૂ છે. પરંતુ હજુ આ રોડના કામો જ શરૂ છે  તથા બનાવેલા રોડમાં ગાબડા-ભંગાણ થવાનું શરૂ થયું છે. આ મસ મોટા ખાડાઓ જીવલેણ સાબિત થયા છે. પ્રથમ તો નાળાઓ નવિનીકરણ હાથ ધરાય રહ્યું છે ત્યારે થોડા મહિનાઓ પહેલા રંઘોળા કોઈ દિશા સુચક બોર્ડ કે કામો શરૂ હોય તથા સ્પીડ બ્રેકર અથવા બોર્ડ ન હોવાને કારણે ટ્રક નાળામાં ખાબકયો હતો અને ૪૦ થી ૪પ વ્યકિતઓના મોત નિપજયા હતાં. પરંતુ આવી ઘટનાઓ પર કોઈ ધ્યાન નહીં દઈ હજુ પણ ગેરકાયદે પેસેન્જર ભરેલા વાહન દોડી રહ્યા છે.  પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી ભાવનગર-રાજકોટ રોડનું નવિનીકરણ કાર્ય શરૂ છે. હજુ તાજેતરમાં ન બનેલા રોડ નબળી ગુણવત્તાને કારણે તુટી રહ્યો છે. આ તુટેલા રોડ અમુક જગ્યાએબ ેસી ગયો છે. તો અમુક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયા છે. તો કયાઈક થીગડા મરાયા છે. આવા ખાડાઓના હિસાબે બાઈક સવારો મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. હજુ ગઈકાલે સાંજે સિહોરથી સોનગઢ વચ્ચે બાઈક સવાર સિહોરથી સોનગઢ પોતાના ઘર તરફ મહિલા સાથે જતા હતા ત્યારે રોડ પરના ખાડાના હિસાબે બાઈક ચાલકનું વ્હીલ આ ખાડામાં આવતા પાછળ બેઠેલ જસુબેન ધરમશીભાઈ પરમાર (ઉ.વ.૬ર)નું પડી જતા મોત નિપજેલ ત્યારે જોવાનું રહ્યું કે આ ખાડાઓ પર થીગડા મારવામાં આવશે કે પછી હજુ વધુ જીવલેણ અકસ્માતની રાહ જોવાશે.

નિર્દોષ વાહન ચાલકો આવા ગેરરીતિથી બનેલા રોડ તથા કોન્ટ્રાકટરો દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે. જેણે પોતાના સ્વજન ગુમાવ્યા હોય તેને જ ખબર પડે કે આ ખાડાઓમાં કેટલો ભ્રષ્ટાચાર છે. હાલ સરકાર દ્વારા ઓવરલોડ વાહનો ચલાવવાની મંજુરીઓ આપવામાં આવી છે. ત્યારે ટ્રક, ટોરસ કે હેવી વકીલમાં ઓવરલોડ ૩પ ટનથી પણ વધારે માલ ભરી આ રોડ પર પસાર થાય છે તો શું આ વધુ ટનની કેપેસીટી ધરાવતો રોડ છે. જો હા હોય તો આ રોડ બેસી જવા કે ખાડા પડવાનું કારણ શું નબળી ગુણવત્તા જ જવાબદાર છે કે પછી મીલીભગતથી આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર જો આમ જ લોલમલોલ ચાલશે તો ચોકકસ લોકોને તંત્રની મીલીભગત હોવા જ લાગશે.

આટલી નબળી ગુણવત્તા વાળા રોડ લગતા હોય છતાં તંત્ર દ્વારા કોઈ ચેકીંગ પ્રક્રિયા કેમ હાથ ધરવામાં નથી આવતી ભાવનગર – રાજકોટ સ્ટેટ હાઈવે પર બેશુમાર વાહનો દોડી રહ્યા છે. ત્યાજે કોન્ટ્રાકટરની બેદરકારીને હિસાબે નિર્દોષ વાહન ચાલકો ભોગવાની રહ્યા છે. આ બેદરકારીને હિસાબે વાહનોના મેન્ટેન્સ વધી રહ્યા છે. છતાં વાહન ચાલકો મુંગા મોઢે સહન કરી રહ્યા છે. તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આવી ક્‌ંપનીઓને બ્લેકલીસ્ટ કરી અથવા દંડ વસુલે અને નિર્દોષ વાહન ચાલકો જે આ કોન્ટ્રાકટરની બેદરકારીનો ભોગ બનેલા છે. તેને સહાય અપાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Previous articleઆનંદનગરમાંથી બે કીલો ગાંજા સાથે મહિલા ઝડપાઈ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે